

કિર્તેશ પટેલ, સુરત : સુરતમાં (Surat) છેલ્લા બે દિવસથી મંત્રીના દીકરાની (Son of minidter kumar kanani) દાદાગીરી સાથે MLA લખેલું બોર્ડ ઉતારવી ને સોશિયલ મીડિયામાં વાહવાહ લુંટનારી આ મહિલા કર્મચારી (LRD sunita yadav)એ કાયદાનું મંત્રીના દીકરાને ભાન કરાવ્યુ અને મોટી મોટી વાતો કરી આ મહિલા કર્મચારી પોતાની પિતાની ગાડીમાં પોલીસ (Police sign on car of father) લખેલું બોર્ડ મૂકીને પોતે કાયદો તોડતી હોવાના વિડીયો વાયરલ થયો છે. ત્યારે પોતે કાયદાની રક્ષક હોવા છતાંય પોતે કાયદા તોડે છે અને લોકોને કાયદા નું પાલન કરવાનું કહેતી આ મહિલા પોલીસ કર્મચારી વિરુદ્ધ હવે સોશિયલ મીડિયામાં વિરોધ થવા લાગ્યો છે.


સુરતમાં છેલ્લા બે દિવસ થી ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રીના દીકરાની દાદાગીરી અને પોતાના પિતા MLA હોવા છતાંય તેમની નામ પ્લેટ લઈને ફરતા હોવાને લઈને બરાબરનો કાયદાનો પાઠ ભણાવતા આ મહિલા પોલીસ કર્મચારી સુનિતા યાદવ વિવાદોમાં આવી ગઈ છે.


જોકે કાયદાના રક્ષક થઈને મંત્રીના પુત્રને કારમાંથી MLA લખેલી પ્લેટ હટાવવા મજબૂર કર્યાનું વીડિયોમાં સામે આવે છે. મંત્રીના પુત્રને કાયદાનું ભાન કરાવનારી સુનિતાના સપોર્ટમાં બે દિવસ સોશિયલ મીડિયા આવ્યા રાતોરાત સ્ટાર બની ગઈ હતી જોકે ત્યાર બાદ વિડીયો સામે આવતાની સાથે આ પોલીસ કર્મચારી પોતાની સત્તા નો દુરુપયોગ કરીને લોકો સાથે ગમેતેવું વર્તન કેરતી હોવાની હકીકત સામે આવતા સોશલ મીડિયા માં સ્ટાર બનેલી આ મહિલા કર્મચારી વિરુદ્દ લોકો ફિટકાર લગાવી રહ્યા છે.


ત્યારે આ પોલીસ કર્મચારી મંત્રી ગાડીમાં થી બોર્ડ ઉતારવી કાયદા કામ કર્યું છે ત્યારે પોતાના પિતાની ગાડીમાં પણ પોલીસ લખેલ બોર્ડના ફોટા વાઇરલ થયા છે ત્યારે કાયદાની મોટી મોટી વાત કરતી આ મહિલા ખુદ કાયદાનું પાલન કરતી નથી.


વિડીયો વાઇરલ થતા કાયદાની રક્ષક પોતે કાયદા નું પાલન કરતી નથી પણ સતાના જોરે લોકોને હેરાન કરવા સાથે દાદાગીરી કરતી જોવા મળી છે જોકે બીજી બાજુ સુનિતાએ વાઈન સાથે પાર્ટી કરી હોવાના ફોટો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે ત્યારે સોમવારે સાંજે સુનિતાની એક ફેસબુક પોસ્ટ સામે આવી છે જેમાં તેણે કોઈ ટ્વિટ ન કર્યા હોવાનું અને તેના નામે ટ્વિટ થઈ રહ્યા હોવાનું લખ્યું છે.


સોશિયલ મીડિયામાં સુનિતા પોતે જ કાયદાનો ભંગ કરે છે તેવી તસવીરો વાયરલ થઈ રહી છે. જોકે, આ તસવીરાં જોવા મળતી બોટલ આલ્કોહોલિક વાઇન છે કે નહીં તેનો કોઈ દાવો કરવામાં આવ્યો નથી પરંતુ જો આ તસવીરમાં દર્શાવેલી બોટેલ આલ્કોહોલિક હોય તો ગંભીર બાબત છે તેવી પણ ચર્ચાઓ થઈ રહી છે.


જોકે, સુનિતા યાદવની ગઈકાલે સાંજે સુરત શહેરમાં પ્રેસ અને મીડિયાના પ્રતિનિધિઓ સાથે પણ અથડામણ થઈ ગઈ હતી. મીડિયા સાથે વાત કરવા આવેલી આ મહિલા કોન્સ્ટેબલે મીડિયા સાથે ઉદ્ધતાઈ ભર્યુ વર્તન કર્યુ હતુ અને ગેરવર્તણૂક કરી હતી. ત્યારબાદ તેની વિરુદ્ધમાં પણ લોકોમાં નારાજગી સોશિયલ મીડિયા પર ઠલવાઈ હતી. કેટલાક અધિકારીઓની પોસ્ટ પણ હતી કે યાદવે આ મામલાને વધુ પડતો ખેંચ્યો