ઇસ્લામાબાદ : પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન (Imaran khan)અંગત જીવનને લઈને હંમેશા વિવાદોમાં રહ્યા છે. તેમના લગ્ન અને પ્રેમના ચર્ચા આખા વિશ્વમાં છે. હવે એક પાકિસ્તાની ટીવી હોસ્ટે દાવો કર્યો છે કે ઇમરાન ખાન સ્વરૂપવાન અમેરિકન બ્લૉગર સિંથિયા ડી રિચી (Cynthia Dawn Ritchie) સાથે સેક્સ કરવા માંગતા હતા. આ દાવાથી પાકિસ્તાનમાં હડકંપ મચી ગયો છે.
ટીવી હોસ્ટ અલી સલીમ મુજબ તે સિંથિયાના ખૂબ જ નજીકના વ્યક્તિ હતા અને તેમણે સિંથિયા સાથે રૂમ શેર પણ કરેલો છે. સિંથિયાએ એક વખતે તેને કહ્યું હતું કે પાકિસ્તાનના વડાપ્રધાન તેની સાથે સેક્સ કરવા માંગતા હતા. જોકે, પ્રાપ્ત અહેવાલો મુજબ સિંથિયાએ અલી સલીમના આ દાવાને ફગાવ્યો છે. પરંતુ આ અહેવાલના પગલે પાકિસ્તાનમાં આગ લાગી છે. સિંથિયાના દુષ્કર્મના આરોપ અને ત્યારબાદ પાકિસ્તાની પત્રકરાના દાવાઓથી પાકિસ્તાનનું રાજકારણ ગરમાયું છે. જોકે, સિંથિયા રિચીએ પોતાના ટ્રીટર હેન્ડલના માધ્યમથી આ પાકિસ્તાની ટીવી હોસ્ટ અલી સલીમનો દાવો જુઠ્ઠો હોવાનું કહ્યું છે. (તસવીર સોશિયલ મીડિયા)