સુરતની હ્રદય દ્વાવક ઘટના : 2.5વર્ષના બ્રેઇનડેડ જશના અંગોનું પરિવારે કર્યુ દાન,7 બાળકોને મળી નવી જિંદગી
સુરતના જશ ઓઝાને તબીબોએ બ્રેઇન ડેડ જાહેર કર્યા બાદા માતાપિતાએ ચોંધાર આંસુએ રડતા માનવતા મહેકાવી, જશનું હ્રદય રશિય બાળકને ફેફસા યુક્રેમના બાળકને મળ્યા જ્યારે કિડની સુરેન્દ્રનગર અને સુરતના બાળકને મળી


કિર્તેશ પટેલ સુરત : રાજ્યમાં અંગદાનમાં (Organ Donation in surat) સૌથી અગ્રેસર સુરત છે ત્યારે આજે દેશમાં સ્વપ્રથમ અઢી વર્ષના બાળકના અંગોનું દાન કરવામાં આવ્યું છે બ્રેઈનડેડ (Organ Donation of 2.5 years old in surat) જાહેર થયા બાદ પરિવાર દ્વારા બાળકનાં ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓના દાન કરવામાં આવ્યુ જોકે આ બાળકના અગોમાં હ્રદય હવે રશિયામાં ધબકશે અને ફેફસાં યુક્રેનમાં શ્વાસ લેશે. કારણ કે રશિયાના 4 વર્ષના બાળકને જશના હ્રદયનું અને યુક્રેનના 4 વર્ષા બાળકને ફેફસાંનું દાન કરી સફળતાપૂર્વક ચેન્નાઈની એમજીએમ હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યાં છે. જોકે સુરતથી ગ્રીન કોરિડોર દ્વારા સુરત એરપોર્ટ અને ત્યાંથી 1615 કિ.મીનું અંતર 160 મીનીટમાં કાપીને ચેન્નાઈ ખાતે પહોંચાડી દર્દીને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. આમ જશ રાજ્યનો સૌથી યંગેસ્ટ ઓર્ગન ડૉનર બની આખા જગતમાં ધબકતો રહેશે.


કાળજું ચીરી નાખતી ઘટનાની વિગતો એવી છે કે સુરત શહેરના ઓઝા પરિવારનો 2.5 વર્ષનો ફૂલડો યશ પડી જતા ઇજાગ્રસ્ત થયો હતો. જોકે, સારવાર દરમિયાન તબીબોએ તેમને બ્રેઇન ડેડ જાહેર કર્યો હતો. પત્રકાર પિતાના દીકરા જશના અંગોનું દાન કરવું જોઈએ એવી સંમતિ પરિવારે આપતા તેના અંગોનું ટ્રાન્સપ્લાન્ટ માટે સર્જરી કરવાનું નક્કી કરાયું હતું.


સુરતમાં પ્રત્રકાર તરીકે કામ કરતા સજીવ ઓઝાનો જશ નામનો પુત્ર ગત તારીખ ડીસેમ્બરના રોજ જશ પાડોશીના ઘરે રમતી વખતે બીજા માળેથી અકસ્માતે નીચે પડી જતા માથામાં ગંભીર ઈજાઓ થવાથી બેભાન થઇ ગયો હતો.પરિવારજનોએ તેને તાત્કાલિક ભટારમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરુ કરવામાં આવી. નિદાન માટે સીટી સ્કેન અને MRI કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું તેમજ મગજમાં સોજો હોવાનું નિદાન થયું હતું.


જોકે આ બાળકની સારવાર દરમિયાન ગત તારીખ 14 ડિસેમ્બરના રોજ જશની સારવાર દરમિયાન તબીબોએ જશ બ્રેઈનડેડ હોવાનું જણાવ્યું હતું.જોકે આ સમયે તબીબો દ્વારા ડૉનેટ લાઇફ સંસ્થાના આગેવાન નિલેશ માંડલેવાળા જાણકારી આપી હતી જેથી તેઓ તાતકાલિક પોતાની ટિમ સાથે હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.


જોકે મરનાર બાળકના પિતા પ્રત્રકાર હોવાને લઈને ડોનેલ લાઈફ બાબતે વર્ષોથી ડોનેટ લાઈફની અંગદાનની પ્રવૃત્તિ વિશે અખબારોમાં લખીને સમાજમાં અંગદાન અંગેની જનજાગૃતિ ફેલાવવામાં પોતાનું યોગદાન આપતા હતા જેથી નિલેશ ભાઈ આ સંજીવ ઓઝા કહેતા આ પત્રકાર દ્વારા ભારે બરો બાળક નહિ રહ્યો હોય પણ પરંતુ તમે તેના અંગોનું દાન કરાવી અમદાવાદ, મુંબઈ, દિલ્હી,ચેન્નાઈ જેવા શહેરોમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની રાહ જોઈ રહેલા તેના જેવા બાળકોને નવજીવન આપવા માટે આગળ આવ્યો છું, મારા પુત્રના અંગદાનથી મારો પુત્ર અન્ય બાળકોમાં જીવિત રહેશે'


જોકે પરિવાર તૈયાર થતાની સાથે હૃદય, ફેફસા, કિડની અને લિવરના દાન માટે જણાવ્યું.ગુજરાતમાં નાના બાળકના હૃદય ટ્રાન્સપ્લાન્ટ માટે કોઈ દર્દી ના હોવાને કારણે SOTTO દ્વારા ROTTO મુંબઈનો સંપર્ક કરવામાં આવ્યો. ROTTO મુંબઈમાં પણ આ બ્લડગ્રુપનું કોઈ દર્દી ના હોવાથી NOTTO નો સંપર્ક કરવામાં આવ્યો. NOTTO દ્વારા દેશનીવિવિધ ટ્રાન્સપ્લાન્ટ હોસ્પિટલોમાં B ve બ્લડગ્રૂપનું કોઈ ભારતીય પીડીયાટ્રીક દર્દીનું ન હોવાને કારણે ચેન્નાઈની એમ.જી.એમ.હોસ્પિટલમાં સારવાર લઇ રહેલ રશિયા અને યુક્રેનની નાગરિકતા ધરાવતા ચાર વર્ષના બે વિદેશી બાળકોને હૃદય અને ફેફસાંનીફાળવણી કરી હતી.


SOTTO દ્વારા કિડની અને લિવર અમદાવાદની ને ફાળવવામાં આવ્યા.ચેન્નાઈથી સુરત આવી હૃદય અને ફેફસાનું દાન ચેન્નાઈની એમ.જી.એમ. હોસ્પિટલના તબીબ અને તેમની ટીમે તથા કિડની અને લિવરનું દાન અમદાવાદની હોસ્પિટલના તબીબો અને તેમની ટીમેઆવી સ્વીકાર્યું.


ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંક સુરત ખાતે સ્વિકાર્યુ હતું સુરતની ખાનગી હોસ્પિટલથી ચેન્નાઈની એમ.જી.એમ. હોસ્પિટલ સુધીનું 1615 કિ.મીનું અંતર 160 મીનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ રશિયાના રહેવાસી 4 વર્ષીય બાળકમાં તેમજ ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ યુક્રેનના રહેવાસી 4 વર્ષીય બાળકમાં ટ્રાન્સપ્લાન્ટ કરવાનું નક્કી કરવામાં આવ્યુ.


જોકે સુરત ખાનગી હોસ્પિટલ ખાતે ચેન્નાઈ મોકલવા સુરત થી એરપોર્ટ ગ્રીન કોરિડોર અને ત્યાર બાદ ફ્લાઇટ દ્વારા 1615 કિ.મીનું અંતર 160 મીનીટમાં કાપવામાં આવ્યુ જયારે સુરત ખાનગી હોસ્પિટલ થી અમદાવાદ સુધીનું 265 કિ.મિ રોડ માર્ગનું અંતર 180 મીનીટમાં કાપીને દાનમાં મેળવવામાં આવેલી બે કિડની પૈકી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરેન્દ્રનગરની રહેવાસી 13 વર્ષીય બાળકીમાં અને બીજી કિડની સુરતની રહેવાસી 17 વર્ષીય બાળકીમાં કરવામાં આવ્યું