

કિર્તેશ સુરત : સુરતમાં (Surat) ફરીએકવાર એક 12 વર્ષીય કિશોરી (Girl) એ મરતા મરતા પાંચ લોકો ને જીવન દાન (Life Line) આપીને માનવતા મહેકાવી છે પાટીદાર પરિવાર ની આ દીકરી તબીબે બ્રેઈન ડેડ (Brain Dead) જાહેર કરતા ગ્રીન કોરિડોર દ્વારા અમદાવાદ ખાતે કિડની લીવર 260 કિ.મી નું અંતર 2.55 કલાકમાં કાપીને ટ્રાન્સપ્લાન્ટ ત્રણ દર્દીઓમાં કરવામાં આવ્યું હતું. દીકરી બ્રેઇન ડેડ જાહેર થતા વરાછા (Varacha)ના પાટીદાર પરિવારે દીકરીના અંગોનું દાન કરવાનું નક્કી કર્યુ હતું. આમ એક દીકરીના મૃત્યુ બાદ પણ તેના અંગો થકી ત્રણ વ્યક્તિને નવજીવન મળ્યું છે.


સુરતના વરાછા વિસ્તાર માં માગુકિયા પરિવાર ની 12 વર્ષીય કિશોરી યેશા ધોરણ 7 માં અભિયાસ કરતી હતી તારીખ 9 માર્ચ ન રોજ પોતાની બહેનપણી સાથે સ્કૂલ થી આવીને રમવા ગઈ હતી ત્યાં અચાનક રમતા રમતા 4 માળે થી નીચે પટકાઈ હતી.


જોકે યેશા શરીરે ગંભીર ઇજા થતાં પિતા ભરત ભાઈ તાત્કાલિક સારવાર માટે નજીક ની હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જ્યાં ટૂંકી સારવાર બાદ તબીબો એ યેશા ને બ્રેઇન્ડેડ જાહેત કરી હતી.


જોકે આ કિશોરી બ્રેઈન ડેડ જાહેર કરવાની જાણકારી સુરત ડોનેટ લાઈફ ના સભ્યો ને મળતા તેઓ તાત્કાલિક હૉસ્પિટલ ખાતે પોહચી ગયા હતા અને પરિવાર ને અંગ દાન વિશેની જાણકારી આપી હતી.


યેશાના ચક્ષુઓનું દાન સુરત ખાતે જયારે કિડની અને લીવર અમદાવાદ આપવાનું નક્કી કરવામાં આવ્યુ પણ આ તમામ દાન અમદાવાદ ખાતે સુરતથી સૌપ્રથમ વખત કિડની અને લિવરને ગ્રીન કોરીડોરના માધ્યમથી અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) ખાતે મોકલવામાં આવ્યા હતા


પરિવારની દીકરી મુત્યુ બાદ પણ અનેક લોકો ને જીવત દાન મળશે તેને લઇને સમતી આપતા યેશા ના પરિવાર દ્વારા કિડની લીવર અને ચક્ષુઓનું દાન આપવાનું નક્કી કરવાં આવ્યુ હતું.


સુરતની વિનસ હોસ્પીટલ થી અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) સુધીનું 260 કિ.મી નું અંતર 2.55 કલાકમાં કાપીને કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ત્રણ દર્દીઓમાં કરવામાં આવ્યું