

કિર્તેશ પટેલ, સુરત : સુરતમાં (Surat) એક વિચિત્ર ઘટના સામે આવતા એક વખત હોસ્પિટલના તબીબો પણ વિચારમાં પડી ગયા હતા. અહીંયા એક યુવાને પોતાની વાસના સંતોષવા માટે ચમચો પોતાના (Spoon) ગુપ્ત ભાગમાં નાખ્યો હતો જોકે આ હાથો ફસાઈ જતા યુવાન આખી રાત દુ:ખાવાને લઈને પીડાતો રહ્યો અને સવાર થતા મિત્રોને ખબર પડતા તેમના મિત્રો હોસ્પિટલ (Hospital) ખાતે લઈને આવ્યા હતા. જ્યાં તબીબોએ ઓપરેશન કરી અને આ ચમચાનો હાથો બહાર કાઢ્યો હતો.


સુરતમાં આમ તો અનેક પ્રકારની ઘટના જોવા મળે છે ત્યારે આજે એક એવી ઘટના સામે આવી છે જે સાંભળીને લોકોના રુંવાટા ઉભા થઈ જશે. કારણ કે અહીંયા એકે યુવાને વાસનાની ભૂખમાં પોતાની સાથે ના કરવાનું કરી લેતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવાનો વારી આવ્યો હતો. મૂળ ઉત્તર પ્રદેશ ને રહેવાસીને સુરત માં સોસિયો સર્કલ નજીક ડાઈંગ મિલની બાજુમાં આવેલી રૂમમાં રહીને મજૂરી કરી પરિવારને મદદ કરતો આ યુવક કામાંધ બની જતા ન કરવાનું કરી બેસ્યો હતો.


આ યુવક એક અઠવાડિયા પહેલાં જ વતનવાસી મિત્ર પાસે સુરત રોજગારીની શોધમાં આવ્યો હતો. યુવક મિલમાં મજૂરીનું કામ કરતો હતો.જોકે આ યુવાન આજે સવારે તેની રૂમમાં પીડાને લઈને બૂમો પડતો હતો જેને લઈને તેના મિત્ર તેની રૂમમાં ગયા ત્યારે જોયું કે આ યુવાને ગુપ્ત ભાગે ચમચનો હાથો નાખેલી હાલતમાં જોવા માંડ્યો હતો.


જોકે તાત્કાલિક તેના મિત્રએ નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા જ્યાં આ યુવાનની હાલત જોઈને એક સમય માટે તબીબો પણ વિચારમાં પડી ગયા હતા જોકે તબીબો દ્વારા યુવાને પૂછતાછ કરતા આ યુવાને ગત રાત્રે ત્રે 2 વાગે સંજયે વાસના સંતોષવા ગુપ્ત ભાગમાં ચમચાનો હાથો નાખી દીધો હતો. ચમચાનો હાથો ગુપ્ત ભાગમાં ફસાઈ જતા આખી રાત દર્દ સાથે તફડતો રહ્યો હતો.