કિર્તેશ પટેલ, સુરતઃ સુરત શહેરના (surat city news) મજુરાગેટ પાસેની નવી સિવિલ હોસ્પિટલમાં (surat civil hospital) દાખલ દર્દીની પત્નીનો મોબાઇલ ફોન ચોરાય (mobile phone theft) ગયો હતો. જયાં હોસ્પિટલમાં ફરજ બજાવતાં સર્વેન્ટ યુવાને દર્દીની પત્નીને નવો મોબાઇલ ફોન અને રોકડ આપવાની લાલચ આપીને વિશ્વાસ કેળવ્યો હતો. ઉપરાંત ગત શુક્વારે રાતે વોર્ડના દાદરમાં લઇ જઇને શારીરિક સંબંધ બાંધીને (Servant raped on patient wife) સર્વન્ટ ભાગી છુટ્યો હતો. સર્વરે આચરેલા દુષ્કર્મ અંગેની ફરીયાદ કરવા માટે હોસ્પિટલની પોલીસ ચોકીમાં દોડી ગઇ હતી. જો કે હજી સુધી ફરીયાદ નોંધાય નથી.
નવી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા કેટલાક દિવસોથી દર્દીઓના મોબાઇલ ફોન અને રોકડ સહિત ચીજવસ્તુઓ ચોરાય જવાની બાબત નવી નથી. રોજીદા મોબાઇલ ફોન પકડાતા નથી. દરમિયાન આજે ચોંકાવનારી વિગત બહાર આવી છે. જેમાં નવી સિવિલ હોસ્પિટલના જે વોર્ડમાં સારવાર લઇ રહેલા એચઆઇવી ગ્રસ્ત દર્દીની 25 વર્ષીય પત્નીનો મોબાઇલ ફોન ચોરાય ગયો હતો.
એ પછી હોસ્પિટલના વોર્ડમાં સર્વન્ટ તરીકે ફરજ બજાવતા રાહુલ નામના યુવાને દર્દીની પત્નીને મળીને તેના મોબાઇલ ફોન અને રોકડ રકમ આપવાની લાલચ આપીને વિશ્વાસ કેળવ્યો હતો. એ પછી વાતચીત કરીને ગત શુક્રવારે રાતે 11કલાકે વોર્ડના દાદરમાં અંધારામાં લઈ જઈ શારિરીક સંબંધ બાધ્યો હતો. પછી સર્વન્ટે મોબાઇલ ફોન કે રોકડ આપ્યા વિના ભાગી છુટયો હતો.
સર્વન્ટ દર્દીની પત્ની સાથે દુષ્કર્મ બાંધતા પોલીસ ફરીયાદ કરવા હોસ્પિટલમાં આમતેમ દોડધામ કરી હતી. એ પછી હોસ્પિટલની પોલીસ ચોકીમાં ફરીયાદ કરવા ગઇ હતી. જયાંથી પોલીસ મથકે જવા સુચન કરાયુ હતુ. આમ, સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા સર્વન્ટ દર્દની પત્ની સાથે કરેલા કરતુતના કારણે ભારે હોબાળો મચી ગયો છે. હોસ્પિટલમાં રાત્રીના સમયે બનેલા બનાવ અંગે હોસ્પિટલના સિક્યુરીટી વોચમેનની કામગીરી સામે શંકા ઉભી થઇ છે.