સુરત : આજે દેશના પનોતા પુત્ર અને આઝાદ હિંદ ફોજના સ્થાપક નેતાજી સુભાષચંદ્ર બોઝની જયંતિ છે (subhash chandra bose jayanti 2021). આજના દિવસે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) અને સત્તાધારી ભારતીય જનતા પાર્ટી ભાજપ (BJP)ના અધ્યક્ષ સીઆર પાટીલ (C.R. Paatil) આજે સુરત જિલ્લાના બારડોલીના હરિપુરા પહોંચ્યા હતા અને સુભાષ બાબુને સ્મરણાંજલિ આપી છે. આ જગ્યાએ એક વિશિષ્ઠ બળદગાડા યાત્રા પણ યોજાઈ જેમાં બંને મહાનુભાવોએ સવારી કરી હતી.
મ્યુઝિમમાં દ્વારકાના તત્કાલિન મહારાજાએ સુભાષ બાબુ માટે મોકલાવેલો રથ મૂકવામાં આવશે. આ મ્યુઝિમને રાજ્યના જનતા નિહાળે, નેતાજીના યોગદાનને યાદ કરે અને નવી પેઢી આઝાદીના મહાન લડવૈયાના જીવનમાંથી પ્રેરણા મેળવે તેવો આશય છે. માતૃભૂમિને અંગ્રેજોને ગુલામીમાંથી મુક્ત કરાવવા માટે નેતાજી બોઝના યોગદાનને આગામી પેઢી યાદ રાખે તે માટે સરકાર દ્વારા આજે ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.