

કિર્તેશ પટેલ, સુરત : સુરત શહેર હવે ક્રાઇમ સીટી તરફ આગળ વધી રહ્યું છે. તેવામાં આજે વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. સુરતના સહારા દરવાજા વિસ્તારમાં મેઈન રોડ નજીક આવેલી ઝૂંપડપટ્ટીમાં એક મહિલાની હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


સુરત આમ તો ડાયમંડ અને સિલ્ક સીટી તરીકે ઓળખાય છે ત્યાર છેલ્લા કેટલાક દિવસથી સુરતની નવી ઓળખ ઉભી થઇ છે. સુરતની હવે ક્રાઈમ સીટી તરીકે લોકો ઓળખવા લાગ્યા છે કારણ કે, છેલ્લા કેટલાક સમયથી પોલીસની નિષ્ક્રિયતાને પગલે સુરતમાં હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ, ચોરી અને મહિલા અત્યાચારની સતત ફરિયાદ આવી રહી છે.


જોકે પોલીસની નિષ્ક્રિયતાને પગલે સુરતમાં સતત ગુણ ખોરી વધી રહી છે ત્યારે આજે વધુ એક હત્યાની ઘટના સમયે આવી છે. સુરતના સહારા દરવાજા નજીક આવેલ મેઈન રોડ નજીક ઝૂંપડપટ્ટી આવેલી છે. આ ઝૂંપડપટ્ટીમાં અંદરો અંદર કોઈ બાબતે ઝગડો થયો હતો. આ ઝગડો જોત જોતામાં ઉગ્ર સ્વરૂપ લઇ લેતા અહીંયા રહેતી એક મહિલાને મોહલ્લામાં રહેતા એક યુવાન દ્વારા ચપ્પુ ના ઘા મારી ઘાતકી હત્યા કરવામાં આવી હતી.


મહિલાને ચપ્પુન ઘા મારતાની સાથે સમગ્ર વિસ્તરમાં દોડધામ મચી જવા પામી હતી. જોકે મહિલાને સારવાર માટે ખસેડે તે પહેલા મહિલાનું કરુણ મોત થયું હતું. આ ઘટનાઈ જાણકારી મળતા પોલીસ તાતકાલિક બનાવવાળી જગિયા પર પહોંચી આવીને આ ઘટના મામલે હત્યાનો ગુનો નોંધી મૃતદેહ પીએમ માટે હોપિટલ ખાતે ખસેડ્યો છે.