કિર્તેશ પટેલ, સુરત : સુરતના (Surat) લિંબાયત (Limbayat)વિસ્તારમાં મોડી રાત્રે ફરી એકવાર ખેલાયો ખૂની (Murder) ખેલ જો કે પૈસાની લેતી દેતીમાં જુના ઝઘડાની અદાવત રાખીને ચાર ઈસમોએ એક યુવકને ઘાતક હથિયારો સાથે મારવા આવ્યા હતા. જોકે યુવાન ન મળતા યુવાનનો નાનોભાઈ બંટી (Bunty Rajput) મળી આવતા આ ઈસમો એ બંટી પર તીક્ષણ હથિયાર વડે જીવલેણ (Stabbing) હુમલો કરી આ યુવાન ની કરપીણ હત્યા (Murder) કરી હુમલાખોરો ફરાર થઈ ગયા હતા.જોકે યુવાનની હત્યાના મામલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ખાસ કરીને ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ આમલેટ ગુનો દાખલ કરી આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે
જોકે સુરતના લિંબાયત ગોડાદરા વિસ્તારમાં આવેલી ક્રિષ્ના નગર સોસાયટીમાં મોડી રાત્રે બંટી નામનો યુવાન તેના મિત્રો સાથે બેઠો હતો ત્યારે બંટીના મોટાભાઈ સાથે કેટલાક લોકોને પૈસાની લેતીદેતી મામલે ભૂતકાળમાં ઝઘડો થયો હતો.આ ઝઘડાની અદાવત રાખી ચાર જેટલા ઈસમો બંટી ના મોટા ભાઈ ને શોધવા આવ્યા હતા (મૃતકનો મોટો ભાઈ)