

કિર્તેશ પટેલ, સુરત : સુરત શહેરની વચ્ચેથી પસાર થતી તાપી નદી (Tapi river suicide) જાણે કે લોકો માટે આત્મહત્યા કરવાનું સ્થળ બની ગઈ હોય તેવો હાલ થયો છે. અહીંયાથી અવારનવાર લોકો તાપીમાં કૂદીને આપઘાત કરી લેતા હોય છે ત્યારે આજે વધુ એક ઘટના બની છે. તાપી નદીમાં આવેલા કાપોદ્રા બ્રિજ પરથી એક યુવકે (Youth Jumped from Kapodra bridge) મોતની છલાંગ લગાવી છે. ઘટનાને નજરે જોનારા લોકો યુવકને પકડીને બચાવે તે પહેલાં તે કૂદી ગયો હતો. એક યુવકે તાપીમાં કૂદી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનો કોલ ફાયર બ્રિગેડને મળતા ટીમ દોડતી થઈ ગઈ હતી.


ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડે બનાવ વાળા બ્રિજ નીચે જઈને બોટની મદદથી યુવકની શોધખોળ શરૂ કરી હતી. ફાયરને કોલ મળ્યા બાદ જાણવા મળ્યુ હતું કે મારનાર યુવકનું નામ ગુલાબ મધુભાઈ પાટીલ હતું અને તે માનસિક રીતે બિમારીથી પીડાતો હતો. આ યુવક ઘરેથી જાણ કર્યા વગર નીકળી ગયો હતો કે કેમ તે અંગે પણ કોઈ માહિતી મળી શકી નહોતી.


સુરત શહેરમાં અવારનાવર આત્મહત્યાની ઘટના ઘટે છે જેમાં તાપીમાં મોતની છલાંગ લગાવી લોકો જિંદગી ટૂંકાવી નાખે છે ત્યાર ત્યારે તાપીના તમામ બ્રિજ પર કોર્પોરેશન દ્વારા હજુ મોટી ફ્રેન્સિગ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. જોકે, નજરે જોનારા લોકોએ કહ્યું હતું કે આ યુવક હેલ્મેટ પહેરી અને બાઇક પર આવ્યો હતો અને બાઇક રોકીને બ્રિજની પાળી પાસે ગયો, રાહદારોઓ કઈ સમજે તે પહેલાં જ કૂદી ગયો હતો.


હાલની ફેન્સિંગ પરથી ચડીને કુદી જવામાં આત્મહત્યા કરવા માંગતા તત્વોને સફળતા મળતા હવે આ કામ કરવું અનિવાર્ય બન્યું છે. જોકે, આ ઘટનામાં યુવક જીવિત નીકળે તેવી સંભાવના ખૂબ ઓછી ત્યારે તાપીમાં લાશ્કરોને શોધખળો કરવા છતાં પણ હજુ સીધી યુવકની ભાળ મળી નથી.