કેતન પટેલ, સુરત: જિલ્લાના માંડવી (Mandavi) તાલુકાના અરેઠ ગામમાં અરેરાટી વ્યાપી ગઇ છે. આ ગામમાં ચૌધરી પરિવારમાં લગ્નનો પ્રસંગ હતો. મિતેશ ચૌધરી (Mitesh Chaudhry) નામના યુવકની જાન જવાની હતી. રાતે ડીજે સાથે રાસ ગરબાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વરરાજા તેના મિત્રો સાથે નાચી રહ્યા હતા.દરમિયાન વરરાજા મિતેશને અચાનક છાતીમાં દુખાવો થતા સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં વરરાજાનું (Groom death) સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતુ.