કિર્તેશ પટેલ, સુરત : કોરોના વાઇરસ ને લઇને લોકડાઉં ચાલે છે ત્યારે આ સમયે પણ ઓનલાઇન બેકિંગ નામે લોકો સાથે છેતરપિંડી કરવામાં આવતી ઘટના સામે આવી છે સુરત ના એક યુવાને પેટીએમનું કેવાયસી અપડેટ કરવા માટે આવેલા ફોનમાં વાત કરનારની સુચનાને અનુસરનાર સુરતના કતારગામના નોકરિયાતને રૂ.2.41 લાખ ગુમાવવાનો વારો આવ્યો હતો.

કોરોના વાઇરસને લઇને લોકો એક બાજુ પોતાના ઘરમાં લોકડાઉં છે ત્યારે આ સમાયે પણ ભેજ બાજ પોતાનો કસબ અજમાવાનું બાકી નથી રાખતા મૂળ ભાવનગરના વતની અને સુરતમાં કતારગામ આંબાતલાવડી હરીધામ સોસાયટી ઘર નં.174 માં રહેતા 42 વર્ષીય રમેશભાઈ ગોવિંદભાઈ અસલાલીયા નોકરી કરે છે. ગત 21 એપ્રિલની સાંજે તે પોતાના ઘરે હાજર હતા ત્યારે અજાણ્યા મોબાઈલ નંબર ઉપરથી એક વ્યક્તિએ ફોન કરી પેટીએમ કેવાયસીમાંથી રાજીવ શર્મા બોલું છુ કહી તમારું પેટીએમ કેવાયસી અપડેટ કરાવવાનું છે, જો નહીં કરાવશો તો પેટીએમ બંધ થઇ જશે તેમ કહ્યું હતું.

આથી રમેશભાઈએ કેવી રીતે અપડેટ કરાવવાનું છે તેમ પૂછતાં રાજીવ શર્માએ ટીમવેર એપ ડાઉનલોડ કરાવી હતી. ત્યાર બાદ તેણે જીઓના એક મોબાઈલ નંબર ઉપર રિચાર્જ કરવા કહેતા રમેશભાઈએ પોતાની સ્ટેટ બેન્કની યોનો એપ દ્વારા રિચાર્જ કરાવ્યું હતું.