કિર્તેશ પટેલ, સુરત : કોરોના વાયરસના વચ્ચે હાલમાં ચાલી રહેલા Lockdownની વચ્ચે સુરત શહેરમાં (Surat)માં એક હત્યાકેસ સામે આવ્યો છે. પતિ-પત્ની વચ્ચે વતન જવાની બાબતે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપે ધારણ કરી લેતા નરાધમ પતિએ ઢીકા અને મુક્કા મારીને પોતાની જ પત્નીને મોતને ઘાટ ઉતારી લેતા ચકચાર મચી ગઈ છે. બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પતિની નિષ્ઠુરતા એટલી કે તેણે પત્નીને મારી નાંખી અને અને તેનો છેલ્લો શ્વાસ છૂટ્યો ત્યારબાદ તેની લાશને નજીકના ખેતરમાં ફેંકી દીધી હતી.