

કિર્તેશ પટેલ, સુરત : ગઈકાલે સુરત શહેરમાં 24 કલાકની (Surat Murder) અંદર જ હત્યાની બીજી ઘટના સામે આવી હતી. જોકે, આ હત્યાની ઘટના એટલી હચમચાવી નાખનારી છે કે કોઈ પણ વ્યક્તિનું કાળજું કંપની ઉઠે. હત્યાની ઘટનાનો લાઇવ વીડિયો સીસીટીવીમાં (CCTV) કેદ થયો છે જેમાં ખૂની ખેલ ખેલનાર આરોપીએ બોથડ પદાર્થ વડે મરણજનાર વ્યક્તિનો શ્વાસ ન છૂટ્યો ત્યાં સુધી તેને ફટકા માર્યા હતા. દરમિયાન આસપાસ એકઠા થયેલા લોકો સમગ્ર ઘટના જોતા રહ્યા પરંતુ કોઈ છોડવવા માટે વચ્ચે આવ્યું નહોતું.


જો કે હત્યા અંગે પોલીસના જણાવ્યા અનુસાર ધર્મેન્દ્ર અને રામ કુમાર સાથે જ કારખાનામાં કામ કરતા હતા પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે બે-ત્રણ દિવસ પહેલા ધર્મેન્દ્રને તેના શેઠે નોકરીમાંથી હાંકી કાઢ્યો હતો રામ કુમારની ચડામણીથી તેને નોકરીમાંથી કાઢી મૂકયો હોવાની શંકા રાખી ધર્મેન્દ્ર એ રામની હત્યા કરી દીધી હતી.


જો કે હત્યા અંગે પોલીસના જણાવ્યા અનુસાર ધર્મેન્દ્ર અને રામ કુમાર સાથે જ કારખાનામાં કામ કરતા હતા પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે બે-ત્રણ દિવસ પહેલા ધર્મેન્દ્રને તેના શેઠે નોકરીમાંથી હાંકી કાઢ્યો હતો રામ કુમારની ચડામણીથી તેને નોકરીમાંથી કાઢી મૂકયો હોવાની શંકા રાખી ધર્મેન્દ્ર એ રામની હત્યા કરી દીધી હતી.


સુરત પોલીસની નિષ્ક્રિયતાના કારણે ગુનેગારો બેફામ બન્યા હોય તેવી હાલત થઈ છે. જો કે પોલીસે આ ઘટનામાં આરોપીની ધરપકડ કરી છે. નોકરીમાંથી કઢાવી મુકાવ્યાની શંકા માં હત્યા કરાઇ હતી હત્યા બાદ લોખંડનો ટેકો લઈને જતા રોકવાની કોશિશ કરતાં સિક્યુરિટી કર્મીને પણ આરોપીએ લોકોનો ટેકો માર્યો હતોસુરત શહેરના પુણા વિસ્તારમાં આવેલા ભાગ્યોદય ઇન્ડસ્ટ્રી કાપડાના કારખાના નજીક બે શ્રમિકો વચ્ચે ઝઘડો થયો હતો.


દરમિયાન એક શ્રમિકે બીજા શ્રમિક પર બોથડ પદાર્થ વડે હુમલો કરવાનું શરૂ કર્યુ હતું. હુમલાથી ગભરાઈ ગયેલો ભોગ બનનાર શ્રમિક દોડ્યો હતો પરંતુ પાણીમાં લપસી જવાથી ઢલી પડ્યો હતો. શ્રમિક ઢળી પડતા જ આરોપીએ તેના પર બોથડ પદાર્થથી ફટકા મારવાના શરૂ કર્યા હતા.


દરમિયાન જ્યાં સુધી રાજકુમારનો શ્વાસ ન છૂટ્યો ત્યાં સુધી તે ધર્મેન્દ્ર તેને ફટકા મારતો રહ્યો હતો.દરમિયાન આ ઘટના નરી આંખે અનેક લોકોએ જોઈ હતી. જોકે, ખૂની ખેલનો લાઇવ વીડિયો નજીકના સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો જેના કારણે સમગ્ર મામલો ઉજાગર થયો હતો. વીડિયોમાં કોઈ ફિલ્મના ક્લાઇમેક્સનું દૃશ્ય હોય તેવા હિંસક દૃશ્યો ઉપસી આવ્યા હતા જેમાં એક જનૂની ખૂનીએ બીજા વ્યક્તિની ધોળેદિવસે બિંદાસ હત્યા કરી નાખી તે જોવા મળે હતી.


ઘટનાના પગલે પુણા પોલીસ મથકના ઉચ્ચ અધિકારીઓ તેમજ ઝોનના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો દોડી ગયો હતો અને મૃતદેહનું પંચનામું કરી અને કેસની તપાસ શરૂ કરી હતી. અને ગણતરીના કલાકોમાં જ આરોપી ધર્મેન્દ્રની ધરપકડ કરી હતી.