ભાવિન પટેલ, નવસારી : નવસારી જિલ્લાના (Navsari) ગણદેવીમાં (Gandevi) એક સનસનીખેજ હત્યા કેસ (Murder in Gandevi) સામે આવ્યો છે. અહીંયા કૌશીત ફળિયામાં રહેતા એક પુરૂષની તેની જ પત્નીએ (Wife killed Husband) હત્યા કરી નાંખી હોવાનું સામે આવ્યું છે. પતિ-પત્નીનો ઝઘડો એટલો ઉગ્ર થયો કે પત્નીએ તેના પતિને લાકડાનાં ફટકા મારીને મોતને ઘાટ ઉતારી દીધો છે. આ ઘટનામાં પોલીસે પત્નીને ઝડપી અને તેની પુછરપછ કરી છે.
પોલીસને મળેલી પ્રાથમિક માહિતી મુજબ મહિલા ઉગ્ર સ્વભાવની અને માનસિક રીતે થોડી વ્યાકુળ હોવાનું જાણવા મળ્યું છે. મહિલા તેના પતિ સાથે સાસુ પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હોવાનું પાડોશીઓ જણાવી રહ્યા છે પરંતુ હાલમાં આ બાબતની પુષ્ટી થઈ નથી. ગણદેવી પોલીસે બનાવના પગલે આરોપી મહિલાની અટકાયત કરી અને આગળની કાર્યવાહી કરી છે.