કેતન પટેલ, સુરત : સુરત જિલ્લાના પલસાણામાં અનેક ઈન્ડસ્ટ્રીઝ કાર્યરત છે. આમ તો આ ઈન્ડસ્ટ્રીઝ સ્થાનિક અને પરપ્રાંતીયો માટે મોટી રોજગારીનું સર્જન કરે છે પરંતુ જ્યારે જ્યારે અકસ્માત થાય છે ત્યારે ત્યારે મજૂરોની દશા પણ માઠી કરી નાખે છે. જોકે, આજે આવી જ એક કરૂણ ઘટના કેજરીવાલ ઈન્ડસ્ટ્રીઝમાં ઘટી હતી. જેમાં ચામ઼ડી બાળી નાખતું ઘગઘખતું પાણી મજૂરો પર ખાબકતા છ મજૂરો દાઝ્યા હતા.
સુરત જિલ્લામાં સૌથી મોટો ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર પલસાણા તાલુકામાં આવેલ છે. જેના તાતીથૈયા ગામે આવેલ એક મિલમાં ઘટના બની હતી, તાતીથૈયા ગામે આવેલ કેજરીવાલ ડાઇગ હાઉસ મિલમાં અચાનક ગરમ પાણીની લાઈનનું ઢાંકણું ખુલી જતા 6 કામદારો ગંભીર રીતે દાજ્યા હતા , જે તમામ ને કડોદરાની મોદી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.