

દેશમાં છેલ્લા 4 મહિનાથી સોનાની બજાર તેજીમાં છે. દરમિયાન આજે બુધવારે સવારે ખુલતી બજારે ભારતની સોનાની (Gold Price Today) વાયદા બજારમાં તેજીનો પવન યથાવત જોવા મળ્યો છે. આજે સવારે ફેબ્રુઆરી સોનાનો વાયદો 50,100ની ઉપર વેપાર કરતો જોવા મળ્યો છે. જ્યારે ચાંદીનો માર્ચ વાયદો પણ 1 ટકાની ઉપર વેપાર કરતો જોવા મળી રહ્યો છે. પ્રતિકાત્મક તસવીર


મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX)માં ફેબ્રુઆરી ગોલ્ડ (Gold Price) કોન્ટ્રાક્ટનો ભાવ ખુલતી બજારે 0.22 ટકાના વધારા સાથે 50,151 પર વેપાર કરી રહ્યો હતો જ્યારે માર્ચનો ચાંદી વાયદાનો ભાવ 0.97 ટકાના વધારા રાથે 68,756 રૂપિયા પ્રતિ કિલોએ વેપાર કરતો જોવા મળી રહ્યો હતો. પ્રતિકાત્મક તસવીર


તજજ્ઞોના મતે રોકાણકારો માટે સપોર્ટ પ્રાઇઝ સોનાની 49,550 અને ચાંદી (Silver Price) 67,500 રહેવાના અણસાર છે. આંતરાષ્ટ્રીય બજારમાં મંગળવારે સોનાનો ભાવ 1880 ડૉલર પ્રતિ ઔસ પર બંધ થયો હતો. COVID-19 ના વધી રહેલા કેસની અસર સોનાની આંતરાષ્ટ્રીય બજાર પર જોવા મળી રહી છે. પ્રતિકાત્મક તસવીર


પૃથ્વી ફીનમાર્ટના કોમોડિટી અને કરન્સી રિસર્ચના હેડ મનોજ જૈને મનીકંટ્રોલને જણાવ્યું કે બુધવારે સોનાનો ભાવ (Gold Price) 1900 ડૉલર પ્રતિ ઔસ સુધી પહોંચી શકે તેવી શક્યતાઓ છે. જ્યારે જૈનના મતે સોનું 49800 રૂપિયાના ભાવે ખરીદવાની અમે સલાહ આપીએ છીએ જેમાં 49400 રૂપિયાના ટાર્ગેટ માટે સ્ટોપ લોસ 49550 હોય તેવી અપેક્ષા છે જ્યારે ચાંદી 67500ની ખરીદીમાં 69500ના લેવલ માટે સ્ટોપ લોસ કિંમત 66600 રૂપિયા રાખવાની સલાહ છે.


આજે દેશમાં હાજર સોનાની બજારમાં પ્રતિ 10 ગ્રામનો (10 Gram Gold Price) ભાવ કઈક આ પ્રમાણે છે. મુંબઈની સોની બજારમાં આ કિંમત 50,230 રૂપિયા છે જ્યારે કલકત્તામાં 52,160 રૂપિયા છે. હૈદરાબાદમાં 50,960 રૂપિયા જ્યારે અમદાવાદમાં 51,600 રૂપિયા છે. એવી જ રીતે સુરતમાં પણ 51,600 રૂપિયા 10 ગ્રામનો ભાવ બોલાઈ રહ્યો છે.