

કિર્તેશ પટેલ, સુરત : સુરતના (Surat) લિંબાયતમાં (Limbayat) પાંચ દિવસ અગાઉ એક મિત્રએ બીજા મિત્રની અંગત અદાવતમાં (Murder of Man) હત્યા કરી હતી જોકે જ મિત્રનું મોત થયું હતું તે યુવાન એક યુવતી સાથે લીવ નઇ રિલેશન (Live In Relationship) રહેતો હતો જોકે પ્રેમીની હત્યા બાદ પ્રેમના વિરહમાં આજે પ્રેમિકાએ (Girl committed Suicide After Murder) ગળે ફાંસ ખાઈને આપઘાત કરી લેવાની ઘટના સામે આવી છે જોકે પોલીસે આમામલે ગુનો દાખલ કરી આ મામલે વધુ તપાસ શરૂ કરી છે (ઇન્સેટ તસવીરમાં યુવતીનો પ્રેમી અને ખૂની ખેલનું સ્થળ)


બનાવની વિગત એવી છે કે સુરતમાં આજથી પાંચ દિવસ પહેલા લીંબાયત વિસ્તારમાં દારૂના વેપાર સાથે જોડાયેલ લાલચંદ નામના ઈસમ દ્વારા પાડોસીમાં રહેતા સંતોષ નિકમસાથે ઝગડો ચાલતો હતો. જોકે, લાલચંદ છેલ્લા કેટલાક સમયથી એક યુવતી સાથે લિવ-ઈન રિલેશનમાં રહેતો હતો અને આ યુવતીને લઇને થયેલા ઝઘડાની અદાવતમાં લાલચંદ સંતોષ પોતાના ઘર પાસે બેસેલ હતો ત્યારે તેના પાર લાકડીના ફાટક વડે હુમલો કરી તેને ઇજા કરી ત્યાંથી ભાગી છૂટ્યાો હતો.


જોકે ત્યાર બાદ સંતોષ લાલચંદના ઘરે આવીને તેના પર ચપ્પુના ઊપરાછપરી પાંચ જેટલા ઘા મારીને તેની કરપીણ હત્યા કરી ત્યાંથી ભાગી છૂટ્યો હતો. જોકે આ બંને મિત્ર હતા અને કોઈ બાબતે મન દુઃખ થતા તેમને વચ્ચે ઝગડાને લઈને એક મિત્ર એ બીજા મિત્રની હત્યા કરી નાખી હતી. જોકે પોતાના પ્રેમી એવા યુવાની હત્યા બાદ આ પ્રેમિકા એકલી પડી ગઈ હતી અને પ્રેમીના વિરહમાં રહેતી હતી.


જોકે આ પ્રેમિકાએ પ્રેમીના વિરહમાં આવેશમાં આવી ને ઘરના રસોડાના પ્લેટફોર્મ પર ચડી લાકડા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જોકે ઘણાની જાણકારી માતા પોલીસ તાતકાલિક બનાવ વળી જગ્યા પર પહોંચી તપાસ કરતા પાંચ દિવસ પહેલા લાલચંદ નામના યુવકની હત્યા થઈ હતી તેની પ્રેમિકા હતી અને પ્રેમીના વિરહમાં આ પગલું ભર્યાની વિગત મળતા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.


જ્યારે યુવકની હત્યા થઈ ત્યારે બનાવવાળી જગ્યા પર સુરતના ડીસીપી સજ્જનસિંહ પરમાર પણ દોડી આવ્યા હતા. તેમમે મરનાર અને હુમલાવર મિત્ર હોવાની પુષ્ટી કરી હતી ત્યારે આજે યુવતીની આત્મત્યા બાદ ઝઘડો તેના કારણે થયો હોય તે વાતની પણ પુપ્ઠી થઈ શકે છે. જોકે, પ્રેમ અને વિરહની આ ઘટના ભલભલાના રૂંવાડા ઊભા કરી નાંખે છે.