

કિર્તેશ પટેલ, સુરત : સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં હતપ્રભ કરી નાંખે તેવી ઘટના ઘટી છે જેમાં ડેન્ગ્યૂ-મલેરિયાની દવા પીવડાવ્યા બાદ એક 4 મહિનાની બાળકીનું મોત નીપજ્યું છે. ઘર આંગણે સરકારી કર્મચારી બનીને આવેલા ઈસમે બાળકીને રૂપિયા 120 લઈ ડેન્ગ્યૂ-મલેરિયાના નામે દવા પીવડાવી હતી. જોકે, આ દવા પીવડાવ્યા બાદ બાળકી રડવા લાગી હતી અને માતાએ તેને સ્તનપાન કરાવી સૂવડાવી દીધી હતી. (બાળકીની ફાઇલ તસવીર અને હૉસ્પિટલમાં આવેલા માતાપિતા)


બાળકી સવારે ન ઉઠતા માતાપિતા તેને સિવિલ હૉસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ બાળકીને મૃત જાહેર કરી હતી. બાળકીની સારવાર સમયે તપાસમાં તેના મોઢાના આકાર પણ વિચિત્ર થયેલો જોવા મળ્યો હતો. (બાળકીની ફાઇલ તસવીર અને દવાની પ્રતિકાત્મક તસવીર)


બનાવની વિગત એવી છે કે મૂળ મહારાષ્ટ્ર વતની અને હાલમાં સુરત ના બીબાયત વિસ્તાર માં આવેલ સઁજય નગર પાસે આવેલી રત્નપ્રભા સોસાયટી માં રહેતા મુકેશ પાટીલ મિલેનિયમ માર્કેટમાં સેલ્સમેન તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવારમાં પત્ની અને 4 મહિનાની દીકરી છે.ગતરોજ સરકારી કર્મચારી બનીને આવેલ એક વ્યક્તિ ડેન્ગ્યૂ-મેલેરિયાની દવા પીવડાવ્યા પ્રવાહી દવા 120 આપીને લીધી હતી (બાળકીના માતાપિતા)


જોકે બાળકી રાત્રે રડવા લાગતા માતાએ સ્તનપાન કરાવી સૂવડાવી દીધી હતા. જોકે, સવારે બાળકી ન ઉઠતા સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. ફરજ પરના ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરી હતી.જોકે બાળકી મુત્યુને લઈએં તબીબે માતા પિતાને પૂછતાં માતા પિતાની વાત સાંભળીને તબીબ પણ આશ્ચર્યમાં પડી ગયા હતા.


દવા પીવડાવા આવેલી વ્યક્તિએ સરકારી કર્મચારી તરીકે ઓળખાણ આપી અને 120 રૂપિયા પણ ઉઘરાવ્યા હતા. જોકે, તબીબોએ બાળકીના માતાપિતાને જણાવ્યું હતું કે સરકારના આવા કોઈ પણ રસીકરણ કાર્યક્રમ માટે પૈસા લેવામાં આવતા નથી. (બાળકીની ચકાસણી કરી રહેલાં તબીબો)


આ તબક્કે પૈસા લઈને બાળકીને દવા પીવડાનાર વ્યક્તિ કોણ હતો તેને જાણકારી મેળવવા માટે માતાપિતાએ પોલીસમાં અરજી કરી છે. બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ રૂમમાં મૂકી માતાપિતાએ રૂરલ પોલીસને જાણકારી આપી હતી.