સુરત : હીરાનું કારખાનું બંધ થતા ઘડ્યો હતો લૂંટનો પ્લાન, આંગડિયું લૂંટે તે પહેલાં જ ટોળકી ઝડપાઈ
ઉધના વિસ્તારમાં આંગડિયું લૂંટવા નીકળીલે ટોળકી તમંચો, હથિયારો અને કારતૂસ સાથે ઝડપાઈ, પોલીસની પૂછપરછમાં મુખ્યસુત્રધાર હીરાના કારખાનાનો સચાલ હોવાનું અને લૉકડાઉનમાં કારખાનું બંધ થઈ ગયું હોવાની કબૂલાત કરી


કિર્તેશ પટેલ, સુરત : ઉધના સીલીકોન શોપર્સમાં આવેલી મહેન્દ્રભાઈ સોમાભાઈ કંપની નામની આંગડીયા પેઢીના કર્મચારીને પેઢીમાંથી રોકડ રકમ લઈને નિકળતી વખતે લૂંટી લેવાના ઈદારે પિસ્તોલ, ચપ્પુ સહિતના ધાતક હથિયારો સાથે રાંદેરના ઝઘડીયા ચોકડી પાસેથી ભેગી થયેલી ટોળકીને ક્રાઈમ બ્રાન્ચે લૂંટ કરે તે પહેલા જ દબોચી લઈ તેમનો લૂંટનો પ્લાન નિષ્ફળ બનાવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે ટોળકી પાસેથી ઍક લોડેડ પિસ્તોલ, બે લોડેડ તમંચા, છ કારતુસ, ચપ્પુ, મરચાની ભુકી, દોરી અને બે બાઈક મળી કુલ રૂપિયા 2.02 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.


ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા મુજબ સ્ટાફના માણસો ગઈકાલે મંગળવારે પેટ્રોલીંગમાં હતા તે વખતેબાતમીના આધારે લૂંટ કરવાના ઈરાદે ધાતક હથિયારો સાથે ભેગા થયેલા અજીત ન્હારસીંહ ચોહાણ, રોનીત ઉર્ફે મોહીત ઉર્ફે વિશાલ તુલશી ચૌહાણ, પ્રિતેશ ઉર્ફે ટાયગર રામવિનોદ પરમાર, ઉદયવિરસિંહ ઉર્ફે પપ્પુ રાજબહાદુરસિંહ તોમર અને રવિ પ્રતાપસિંહ તોમરને ઝઢપી પાડ્યા હતા.


ક્રાઈમ બ્રાન્ચે ટોળકી પાસેથી ઍક લોડેડ પિસ્તોલ, બે લોડેડ તમંચા, છ કારતુસ, ચપ્પુ, હથો઼ડી, બે મરચાની ભુકીના પડીકા નાયલોનની દોરી, સાત મોબાઈલ અને બે બાઈક મળી કુલ રૂપિયા 2,02,700નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પ્રાથમિક પુછપરછમાં ટોળકીઍ ઉધના સીલીકોન શોપર્સમાં આવેલ મહેન્દ્રભાઈ સોમાભાઈ નામની આંગડીયા પેઢીના કર્મચારીને પેઢીમાંથી રોકડ રકમ લઈને નિકળતી વખતે લૂંટી લેવાના ઈરાદે ભેગા થયા હોવાની કબુલાત કરી હતી.


પરંતુ ટોળકી કર્મચારીને લૂંટે તે પહેલા જ ક્રાઈમ બ્રાન્ચે તેમને ઝડપી પાડી લૂંટનો પ્લાનને નિષ્ફળ બનાવ્યો હતો. આગળની તપાસ પીઍસઆઈ આર.પી,સોનાર કરી રહ્યા છે. ક્રાઈમ બ્રાન્ચે ઉધના સીલીકોન શોપર્સમાં આવેલ પટેલ મહેન્દ્ર સોમાભાઈ આંગડીયા પેઢીના કર્મચારીને રસ્તામાં આંતરી લૂંટે તે પહેલા ધાતક હથિયારો સાથે ઝડપી પાડેલી ટોળકીની પુછપરછમાં ચોકવનારી વિગત બહાર આવી છે.


ટોળકીની મુખ્ય સુત્રધાર ઉદયવિરસિંહ ઉર્ફે પપ્પુ અગાઉ સુરતમાં તેના કાપોદ્રા રચના સોસાયટી પાસે સત્યનારાયણ સોસાયટીમા આવેલા મકાનમાં હીરાનું કારખાનું ચલાવતો હતો. હાલમાં કોરોના લોકડાઉનને કારણે તેનુ કારખાનું બંધ થઈ ગયું હતું ઉદયવિરસિંહઍ લોકડાઉન ખુલ્યા બાદ સુરત ખાતે કોઈ મોટી લૂંટ કરી રૂપિયા કમાય લેવા માટે તેના સાગરીત અજીત ચૌહાણ અને રોનીત ચૌહાણને યુપી તથા દિલ્હી બોલાવી પોતાના રૂમમાં આસરો આપ્યો હતો.


ટોળકીઍ ઉધના સીલીકોન શોપર્સમાં આવેલ પટેલ મહેન્દ્ર સોમાભાઈ આંગડીયા પેઢીના કર્મચારીને લૂંટી લેવાના પહેલા મહિધરપુરા વિસ્તારમાં આવેલ આંગડીયા પેઢીઓની રેકી કરી ગઈ હતી. અને દિવાળી પહેલા ગત તા 7મી નવેમ્બરના રોજ ભવાનીવડ ખાતે આવેલ અક્ષર આંગડીયા પેઢીના ભાગીદારને કતારગામ દરવાજા નજીક આંતરી લૂંટી લેવાની કોશીષ કરી હતી.


ટોળકીઍ ઉધના સીલીકોન શોપર્સમાં આવેલ પટેલ મહેન્દ્ર સોમાભાઈ આંગડીયા પેઢીના કર્મચારીને લૂંટી લેવાના પહેલા મહિધરપુરા વિસ્તારમાં આવેલ આંગડીયા પેઢીઓની રેકી કરી ગઈ હતી. અને દિવાળી પહેલા ગત તા 7મી નવેમ્બરના રોજ ભવાનીવડ ખાતે આવેલ અક્ષર આંગડીયા પેઢીના ભાગીદારને કતારગામ દરવાજા નજીક આંતરી લૂંટી લેવાની કોશીષ કરી હતી.