

કિર્તેશ પટેલ, સુરત : સુરતના લાલગેટ (surat lalgate) વિસ્તારમાં ડ્રગ્સ માફિયા (drugs mafia) એટલી હદે બેફામ બન્યા છે કે પોતાની ધધાંકીય હરીફાઈમાં અવારનવાર જાહેરમાં મથાફૂટ કરતા હોય છે, ત્યારે ગતરોજ દારૂના નશામાં છકટા બનેલા આ માથા ભારે ઈસમો દ્વારા રાહદારી પર સ્ટાર્ટર (firing in surat) ગનથી ફાયરિંગ કરવામાં આવ્યુ હતું. ફાયરિગમાં રાહદારીને ઇજા થઇ નહોતી પરંતુ ઘટનાની જાણકારી મળતા લાલગેટ પોલીસ બનાવવાળી જગ્યા પર દોડી ગઈ હતી, જેણે આ મામલે ગુનોનોંધી આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે બે ગેંગ વચ્ચેની આંતરિક લડાઈમાં અંદોરઅદર થયેલી બબાલમાં ફાયરિંગ થયું હતું.


સુરતમાં નશાનો કારોબાર ફૂલ જોરમાં ચાલી રહ્યો છે ત્યારે આ નશાના આ વેપારમાં જોડાયેલી બે ગેંગે ધંધાકિય હરીફાઈ ને લઇને આમનેસામને થઈ જતી હોય છે. ત્યારે લાલગેટ પોલીસના હદ વિસ્તારમાં ડ્રગ્સ વ્યસાય સાથે જોડાયેલ મીંડી ગેંગ અને તેની સામેની ગેંગના પંટરો છાસવારે આમને-સામને આવી જઈ બબાલ કરતા હોય છે, ત્યારે ગતરોજ રાત્રે આ બંને ગેંગના ટપોરીઓથી સંગાર વિસ્તારના લોકો હેરાન થઈ ગયા છે.


ત્યારે ગતરોજ દારૂના નશામાં આજ વિત્તરમાં રહેતા અને ડ્રગ્સનાં વેપાર સાથે જોડાયેલા નૂર અને ગુડ્ડુ ગતરોજ પણ આમને સામને થઇ ગયા હતા. જોકે જોત જોતા માં બંને વચ્ચે બબાલ શરુ થી ગઈ હતી અને ઝઘડો એટલી હદે વિકરાળ સ્વરૂપ લઇ લીધો હતો કે નૂરે પોતાની પાસે રહેલી સ્ટાર્ટર ગનથી ગુડ્ડુ પાર ફાયરિગ કરી નાખ્યું હતું. જોકે ગુડ્ડુનો આ ફાયરિંગમાં બચાવ થયો હતો અને ગોળી રોડ પર જતા રાહદારીને વાગતા વાગતા રહી ગઈ હતી.


જોકે રાહદારીને ઇજા ન થવાની સાથે ફાયરિગનો આવાજ થતા માત્ર પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટર દૂર ફાયરિગ થતા લાલગેટ પોલીસ તાત્કાલિક બનાવ વાળી જગ્યા પર દોડી આવી હતી.


જોકે રાહદારીને ઇજા ન થવાની સાથે ફાયરિગનો આવાજ થતા માત્ર પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટર દૂર ફાયરિગ થતા લાલગેટ પોલીસ તાત્કાલિક બનાવ વાળી જગ્યા પર દોડી આવી હતી.