

કિર્તેશ પટેલ, સુરત : સુરતમાં (surat) જાતજાતના વિચિત્ર કેસ હાલમાં સામે આવી રહ્યા છે. આજના સમયમાં લોકો સંબંધોની મર્યાદા ભૂલીને શું કરી બેસે છે, તેનું તેમને ભાન ન હોય તેવું લાગી રહ્યું છે. આવો જ એક ચકચારી કેસ ઉમરા પોલીસ મથકમાં આવ્યો છે. આ કેસની વિગત એવી છે કે સોના-ચાંદીના (Friend of jewelers) એક વેપારીની પત્નીને તેનો જ મિત્ર ફોન (Called wife of friend) કરીને પરેશાન કરતો હતો અને એવું કહ્યું હતું કે તમે પ્રેમ લગ્ન કરીને ફસાઈ ગયા છો, અમારા જેવા સાથે સંબંધ રાખો તો સારૂ રહેશે. આ મામલે મહિલાએ આરોપીની ચીમકી આપીને નંબર બ્લોક કર્યો છતાં તેણે ગોરખ ધંધા શરૂ રાખતા મહિલાએ કંટાળીને અરજી આપી છે.પ્રતિકાત્મક તસવીર


સુરત શહેરના સિટીલાઇટ (City light surat) વિસ્તારમાં રહેતા જ્વેલરની 36 વર્ષીય પત્ની (Woman of 36 years) ઉપર સાતેક મહિના અગાઉ ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાનું નામ વિજય ઝવેરચંદાજી જગાણી (Vijay jagani) અને પોતે પણ સોના-ચાંદી અને ઝવેરાતનો ધંધો કરે છે તથા તેમના પતિ નો મિત્ર હોવાની ઓળખ આપી હતી. પતિનો ધંધાદારી મિત્ર હોવાની ઓળખ આપી હોવાથી મહિલા એ વિજય સાથે વાત કરી હતી. (પ્રતિકાત્મક તસવીર)


વિજયના ફોન અંગે મહિલા પતિ જોડે વાત કરતા તે ધંધાદારી મિત્ર હોવાનું કહ્યું હતું. ત્યાર બાદ વિજયે પાંચેક દિવસ બાદ વિજયે પુનઃ મહિલા ને ફોન કર્યો હતો અને તમે 'તમારા પતિ સાથે પ્રેમલગ્ન કરીને ફસાયા ગયા છો, તે સારો માણસ નથી અને અમારા જેવા સાથે સંબંધ રાખો તો તમને સારૂ રહેશે.' જેથી મહિલા એ આવી વાત કરવાનો ઇન્કાર કરી ધંધાની જે વાત કરવી હોય તે પતિ સાથે કરવા કહ્યું હતું. (પ્રતિકાત્મક તસવીર)


પરંતુ ત્યાર બાદ પણ વિજય વારંવાર પાયલને ફોન કરી સંર્પક રાખવાનો પ્રયાસ કર્યો હતો અને વિજયે પોતાનો ફોટો પણ મહિલા ને મોકલાવ્યો હતો. વિજયના બદઇરાદા પારખી જનાર મહિલા એ તેનો નંબર બ્લોક કરી દીધો હતો. જેથી વિજયે મહિલા પિયરીયાનો સંર્પક કરી પતિ માટે ખોટી વાતો ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. (પ્રતિકાત્મક તસવીર)