કિર્તેશ પટેલ, સુરતઃ સુરતના કડોદરા (surat kadodara) રોડ ભક્તિધામ મંદિર પાસે આવેલી પંજાબ નેશનલ બેન્કમાં (Punjab National bank) બચત ખાતામાં એક લાખ રૂપિયા ભરવા માટે ગયેલા યુવકને બેન્કમાં ભેટી ગયેલા બે ગઠિયાઓએ વતનમાં 2.50 લાખ રૂપિયા મોકલવાના છે. તેના બદલામાં રૂપિયા 25 હજાર આપવાની લાલચ આપી રૂમાલમાં કાગળના પુઠ્ઠા પકડાવી એક લાખ લઈને રફુચક્કર થઈ ગયા હતા. યુવકે રૂમાલ ખોલીને જાતા ચોકી ઉઠ્યા બાદ પોતાની સાથે ઠગાઈ (Fraud) થઈ હોવાનો ખ્યાલ આવતા પોલીસમાં (police) પીળા અને લીલા કલરની ટી-શર્ટ પહેરીને આવેલા અજાણ્યાઓ સામે ફરિયાદ નોધાવી હતી.