

કિર્તેશ પટેલ, સુરત : કોરોના વાયરસના કારણે સુરત શહેરમાં લૉકડાઉન લાગુ છે. એક તરફ દિનપ્રતિદિન શહેરમાં પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે જ્યારે બીજી તરફ શહેરમાં મહિલાઓ પણ હવે લૉકડાઉન તોડતી નજરે આવી રહી છે. આજે પોલીસે નાના વરાછામાં બહાના બનાવી અને લટાર મારવા નીકળેલી ચાર મહિલાઓને ઝડપી તેમના વિરુદ્ધ કાર્યવાહી કરી છે. મહિલાઓના બહાના સાંભળીને પોલીસ પણ મૂંઝવણમાં મૂકાઈ હતી. જોકે, મહિલાઓએ આંટાફેરા કરવા નીકળી હોવાનું કબૂલતા કાર્યવાહી કરહી હતી. (પ્રતિકાત્મક તસવીર)


લૉકડાઉનમાં અત્યારસુધી પોલીસ પુરૂષો પર જ કાર્યવાહી કરી રહી હતી પરંતુ સુરત શહેરમાં પહેલી વાર મહિલાઓ સામે કાર્યવાહી થઈ છે. 41 દિવસના લૉકડાઉન બાદ પણ ન સુધરતા સુરતીઓ માટે આ મોટો સબક છે જેમાં નાના વરાછાની ભીડભંજન સોસાયટીમાં રહેતી મહિલાઓ ને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે. (પ્રતિકાત્મક તસવીર)


આ મહિલાઓ સરદાર સ્કૂલના રસ્તે આંટાફેરા કરતી જોવા મળી હતી. પોલીસે તેમને પૂછ્યું તો શાકભાજી ખરીદવા નીકળી હોવાના બહાના કર્યા હતા. જોકે, મહિલાઓ પાસે શાકભાજી ખરીદવા માટે થેલી પણ નહોતી અને પૈસા પણ નહોતા. (પ્રતિકાત્મક તસવીર)


આખરે પોલીસે આકરી પૂછપરછ કરતા સેજલ, હિરલ, કુસુમ અને નિશાબેન વિરુદ્ધ લૉકડાઉન ભંગની કાર્યવાહી કરી હતી. પોલીસે તેમને મહિલા હોવાનો સહેજ પણ ફાયદો આપ્યો નહીં અને કાયર્યવાહી કરી હતી. (પ્રતિકાત્મક તસવીર)