પ્રજ્ઞેશ વ્યાસ, સુરતઃ એક સપ્તાહથી સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં (south Gujarat) પડી રહેલા ધોધમાર વરસાદને (Heavy Rainfall) કારણે ખેડૂતોની (Farmers) દશા કફોડી થઈ ગઈ છે. ખાસ કરીને ચોમાસું ડાંગર (Monsoon paddy) પકવતા ખેડૂતોનો પાક પાણીમાં ગરકાવ થતા મોટું નુકસાન (loss) વેઠવાનો વારો આવ્યો છે. એક અંદાજ મુજબ દક્ષિણ ગુજરાતના ખેડૂતોના રૂ. 100 કરોડના ડાંગરના પાકને નુકસાન થયુ છે. જેને લઈને દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ દ્વારા સરકારને પાક વીમા હેઠળ નુકસાન વળતર આપવા માટે માંગણી કરવામાં આવી છે.