સુરત શહેરમાં આજે દશેરા પર્વને લઇને વહેલીસવાર માથીજ ફરસાણની દુકાનોમાં લાંબી કતારો લાગી ગઇ હતી. કેટલીક દુકાનોમાંતો પહેલેથી એડવાન્સ ઓર્ડર ફાફડા અને જલેબી માટેઆપવામાં આવ્યાહતા. છેલ્લા કેટલાય વર્ષોથી આજના દિવસે ફાફડા અને જલેબી ખાવાની એક પરંપરા બની ગઇ છે. સુરતીઓ સ્વાદમટે સમગ્ર વિશ્વસમાં પ્રખ્યાત છે.જેને લઇને ખાવા પીવાની વાતમાં સુરતીઓ હમેશા આગળ રહે છે, કોઇ પણ તકલીફ હોઇ તેને સુરતીઓ પર્વમાં ફેરવી નાખે છે .આજે દશેરાના પર્વ નિમિતે સુરત શહેરમાં તમામ ફરસાણની દુકાનોમાં કોરોનાના ડર વગર સુરતીઓએ સવારથી લાઇનો લગાવી હતી.
દેશેરાના પરવમાં ફાફડા અને જલેબી ખાવાની એક પરંપરા ઘણા વર્ષોથી બની ગઇ છે. જેથી સુરતીઓ આજે સવારથી ફરસાણની દુકાનમાં લાંબી લાઇનો લગાવી ને ઉભા હતા. સવાર થી બપોર સુધીમાંજ સુરતીઓએ કરોડો રૂપિયાના ફાફડા અને જલેબી આરોગી લીધા હતા. બપોર સુધીમાં ફરસાણની દુકાનોમાં ફાફડા અને જલેબીનો સ્ટોક પણ પુર્ણ થઇ ગયોહતો. જેથી મોટાભાગના ફરસાણ વાળાઓએ બપોરે દુકાન બંધ કરી દેવી પડી હતી. વર્ષોથી સુરતીલાલાઓ કરોડો રૂપિયાના ફાફડા અને જલેબી દશેરા પર્વ નિમિત્તે આરોગી જતાં હોય છે.
ઉલ્લેખનીય છે કે, સુરતમાં કોરોનાના દર્દી (coronavirus) સતત વધી રહ્યા છે, ત્યારે તમને જણાવી દઈએ કે, ગઈકાલે શનિવારે વધુ 237 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ (corona patient) આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 168 જયારે (surat corona update) ગ્રામીણ વિસ્તારમાં 69 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 35331 પર પહોંચી છે, જયારે આજે 3 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 995 પર પહોંચ્યો છે. તેવામાં શનિવારે 256 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે. (પ્રતિકાત્મક તસવીર)
કોરોના વાયરસને લઇને લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, શનિવારે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 237 દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં 168 કેસ નોધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 25648 જયારે ગ્રામ્ય વિસ્તાર શનિવારે વધુ 69 કેસ સાથે દર્દી સંખ્યા 9683 પર પહોંચી હતી.