

સુરતઃ શહેરમાં સતત કોરોના કેસ વધી રહ્યા છે. ત્યારે કોરોના વાયરસનું (coronavirus) સંક્રમણને અટકાવ માટે તંત્ર દ્વારા કોરોનાના કહેર વચ્ચે શહેરમાં કોરોનાનાં નિયમોનો ભંગ કરનાર દુકાનદારો સામે મનપાએ લાલ આંખ કરી છે. નાનપુરામાં આવેલી રાધે ઢોકળા નામની દુકાનમાં સોશિયલ ડિસ્ટેન્સિંગનો (Social distance) ભંગ થતો હોય પાલિકા દ્વારા રૂ.5000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. (કિર્તેશ પટેલ, સુરત)


સુરત શહેરમાં (surat) કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. દરોજ કેસ વધી રહ્યા છે. તેને લઇને તંત્રની સતત ચિંતા વધી અહીં છે. તેવામાં આ બીમારીથી બચવા માટે ખાસ માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવું અનિવાર્ય છે.


હવે તો શહેરમાં અનલોક-1ની શરૂઆત થઇ ગઈ છે. અને સાથે જ ધંધા- રોજગાર પણ શરુ થયા છે. પરંતુ શહેરમાં કેટલાક સ્થળોએ કોરોનાનાં નિયમોનો ભંગ થઇ રહ્યો છે.


ત્યારે શહેરના નાનપુરા વિસ્તારમાં ફરસાણની દુકાન ધરાકને પાલિકાએ કોરોનાનાં નિયમોના ભંગ બદલ દંડ ફટકાર્યો નાનપુરા વિસ્તારમાં આવેલી રાધે ઢોકળા નામની દુકાનમાં ગ્રાહકોની ભીડ વધુ રહેતી હતી. જેને લઈને સોશિયલ ડિસ્ટેન્સિંગનો ભંગ થતો હતો.