પ્રજ્ઞેશ વ્યાસ, સુરત: શહેરના દરેક ક્ષેત્રમાં દાન કરવામાં મોખરે રહ્યું છે. નેત્રદાનના ક્ષેત્રમાં સુરત સમગ્ર દેશમાં પહેલા સ્થાને છે. કોરોનાની મહામારીને (coronavirus) કારણે માર્ચમાં સમગ્ર દેશમાં લોકડાઉન (lockdown) લાગુ પડ્યું હતું. એ ત્રણ મહિનામાં સુરત શહેર જિલ્લામાં નેત્રદાન (Eye donation) નહીં થયું. કારણકે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન (Guideline) હતી કે, ચક્ષુદાન નહીં થાય. લોકડાઉન પછીના ત્રણ મહિના જૂન, જુલાઈ અને ઓગસ્ટમાં સુરત શહેર-જિલ્લામાં 226 મૃતકોના ચક્ષુદાન સ્વીકાર કરવામાં આવ્યા.અને 26ની આંખમાં અજવાળું પથરાયું.
લોકદ્રષ્ટિ આઈ બેંકના પ્રેસીડન્ટ ડૉ. પ્રફુલ્લ શિરોયાના જણાવ્યા અનુસાર કન્ટેનમેન્ટ વિસ્તારમાં એક પણ મૃતકના આઈ ડોનેશન સ્વીકારવામાં નથી આવતા પણ કન્ટેનમેન્ટ વિસ્તારની હોસ્પિટલમાં અન્ય વિસ્તારના મૃત ના ચક્ષુદાન સ્વીકારવામાં આવે છે. ચક્ષુદાન માટે ઉંમર નો કોઈ બાધ નથી. કોઈ પણ વ્યક્તિ તેના મૃત્યુ બાદ આંખો દાન કરી શકે છે. લોકો ચક્ષુદાન માટે આગળ આવવા લાગ્યા છે.
આઈ બેંક ને છેલ્લાં પાંચ વર્ષ માં 6500 જેટલાં નેત્રદાન પ્રાપ્ત થયા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ 25 ઓગસ્ટથી લઈને 8 સપ્ટેમ્બર સુધી ચક્ષુદાન જાગૃતિ પખવાડિયું ઉજવાયું. સુરત શહેર-જિલ્લામાં 2451 વ્યક્તિઓ ને નેત્રદાન વિશે ની માહિતી આપવામાં આવી. અત્યાર સુધી 3 લાખ લોકોએ નેટરદાનના શપથ લીધા છે. શહેરની જૂની સિવિલ હોસ્પિટલના આંખ રોગ નિષ્ણાંત ડૉ ઋષિ માથુર એ જણાવ્યું કે, છેલ્લાં 5 વર્ષમાં સુરત શહેર અને જિલ્લામાં 8951 મૃતકોના ચક્ષુદાન સ્વીકારવામાં આવ્યાં છે. આ પાંચ વર્ષ દરમિયાન 785 વ્યક્તિઓની આંખોમાં રોશની ભરવામાં આવી છે.
લોકડાઉન બાદના ત્રણ મહિનામાં સીટી અને જિલ્લામાં 226 નેત્રદાન થયા છે. 26ની આંખોમાં રોશની પાથરવામાં આવી છે. મૃત્યુના 12 કલાકમાં ચક્ષુદાન થઈ જવું જોઈએ. સૌથી શ્રેષ્ઠ ગાળો મૃત્યુના 6 કલાકમાં ચક્ષુદાનનો છે. ચક્ષુદાન થયા બાદ 48 કલાક માં તેનું પ્રત્યારોપણ જરૂરતમંદ ની આંખ માં થઇ જવું જોઈએ. અન્યથા ચક્ષુદાન માં મેળવેલી આંખો બિનઉપયોગી બને છે. વર્ષ 2016-17 માં 2259 મૃતક ના ચક્ષુદાન પ્રાપ્ત થયા. અને 152 ને રોશની આપવામાં આવી. વર્ષ 2017-18 માં 2131 ચક્ષુદાન થયાં. અને 206 ને રોશની આલવામાં આવી.