

કિર્તેશ પટેલ, સુરતઃ શહેરમાં પર્યાવરણની જાળવણી માટે ઈલેક્ટ્રિક બસ (Electric bus) દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે બસની સુરતમાં (surat) ટ્રાયલ માટે આવી હતી. આ બસ રંગ ઉપવન અને મક્કાઈ પૂલ વચ્ચે દોડી હતી. જેમાં પાલિકા મેયર,કમિશ્નર સહીત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા.


હવે શહેરના રસ્તા પર ઈલેક્ટ્રિક બસ દોડશે. શહેરમાં પર્યાવરણની જાળવી માટે શહેરના રસ્તાઓ પર ઈલેક્ટ્રિક બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારના ડીપાર્ટમેન્ટ ઓફ હેવી ઈન્ડ. દ્વારા જાહેર પરિવહનાં સ્વચ્છ ગતિશીલતાને વધુ પ્રોત્સાહન આપવાના ભાગ રૂપે ભારતના 64 શહેરમાં 5595 ઈલેક્ટ્રીક બસ ફાળવવા માટેનો નિર્ણય કર્યો હતો.


કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ સુરત મ્યુનિ.એ શહેરની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને 300 ઈલેક્ટ્રીક બસની માગણી કરી હતી. જોકે, સરકારે ઈલેક્ટ્રીક બસની સબસીડીની સ્કીમ હેઠળ ગુજરાત માટે 550 બસની ફાળવણી કરી છે. આ યોજના હેઠળ સુરત મ્યુનિ.ને 150 બસ ફાળવવાનો નિર્ણય કરવામા આવ્યો છે. જે અંતર્ગત ટ્રાયલ પણ આજથી શરૂ થઈ ગઈ છે. 1.07 કરોડની એક બસ એવી 150 બસ માટે કેન્દ્ર સરકાર પ્રત્યેક બસ માટે 45 લાખની સબસીડી ચુકવશે.


પાલિકાની દરખાસ્ત 300 બસની હતી જો કે સરકારે 150 બસ મંજૂર કરી છે. 1.07 કરોડ રૂપિયાની એક બસ પર સરકાર દ્વારા 45 લાખ રૂપિયા સબસિડી આપવામાં આવી છે. પ્રથમ બસ આજે સુરતમાં ટ્રાયલ માટે આવી છે. જે રંગ ઉપવન અને મક્કાઈ પૂલ વચ્ચે દોડી હતી.આ ટ્રાયલ રનના કાર્યક્રમમાં પાલિકાના મેયર ડો. જગદીશ પટેલ, પાલિકા કમિશનર બંછાનિધિ પાની અને કાઉન્સિલર તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં છે.


આ બસના ઓપરેશન એન્ડ મેઈન્ટનન્સની કામગીરી સુરત મ્યુનિસિપાલિટી હસ્ત રહેશે.હાલ થોડા દિવસો આ બસની ટ્રાયલ થયા બાદ બસને પરિવહન માટે મંજૂરી મળ્યા બાદ શહેરના રસ્તા પર મુસાફરો માટે દોડતી થશે.


સરકારની આ મંજૂરી બાદ મ્યુનિ તંત્ર ઈલક્ટ્રીક બસ માટેના ટેન્ડર બહાર પાડ્યા બાદ આ બસ આવી છે. જેનું ટ્રાયલ થયા બાદ નજીકના ભવિષ્યમાં સુરતના રસ્તા પર ઈલેક્ટ્રીક બસ દોડતી દેખાશે. સુરતના રસ્તા પર ઈલેક્ટ્રીક બસ દોડતી થશે જેના કારણે લાખો લિટરના ઈંઘણની બચત થશે અને કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ ઘટતા પર્યાવરણની જાળવણી પણ થશે.