

કિર્તેશ પટેલ, સુરત: ગુજરાતમાં આવેલા આજના ભૂકંપના આંચકાને લઇને સુરતના એક વર્ષો જુના જર્જરિત મકાનનો સિલિગ અચાનક તૂટી પડ્યો હતો. જોકે આ ઘટનાને લઇને કોઈ જાન-હાની નથી થઈ પણ આ ઘટના બનતા લોકોમાં ભાયનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો. આ ઘટનાઈ જાણકારી મળતા તંત્ર પણ દોડતું થયું હતું.


સુરત સાથે જિલ્લા આવેલા ભૂકંપના આંચકાને લઇને સુરતના ઘોડદોડ રોડ વિસ્તારમાં આવેલા રામચોક નજીક ભૂકંપ બાદ જર્જરીત એપાર્ટમેન્ટના છજ્જાનો ભાગ તૂટી પડ્યો હતો. જેથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ પેદા થયો છે. ભૂકંપના આંચકા બાદ છજ્જાનો ભાગ તૂટી પડતાં લોકો ફ્લેટમાંથી નીચે ઉતરી દોટ મુકી હતી. જોકે છજ્જાનો ભાગ તૂટ્યાની દુર્ઘટનામાં કોઈ ઈજા કે જાન હાનિ થઈ નથી.


અમૃતધારા એપાર્ટમેન્ટની બિલ્ડીંગ જર્જરીત થઈ ગઈ છે. જેથી પાલિકા દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવી હતી. આ એપાર્ટમેન્ટને રિપેર કરવાની નોટિસ આપવામાં આવી હોવા છતાં કામગીરી કરવામાં આવી નહોતી. જેથી ભૂકંપના કારણે છજ્જાનો ભાગ તૂટી પડ્યો હતો. ભૂકંપના આંચકા બાદ એપાર્ટમેન્ટના છ્જ્જાનો ભાગ બેનર પર પડ્યો છે. જોકે, આ દરમિયાન લોકોની અવરજવર ન હોવાથી કોઈને ઈજા પહોંચતી નથી.


બેનર અને અન્ય પાર્કિંગમાં રહેલા વાહનને થોડુ નૂકસાન પહોંચ્યું છે. જોકે ઘટનાની જાણકારી મળતા તંત્ર અને ફાયર વિભાગની ટિમ પણ દોડી ગઈ હતી. જોકે મોટી દુર્ઘટના નહિ બનતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો, પણ સાવચેતી માટે તંત્ર દ્વારા આ મકાનને લઇને કાર્યવાહી પણ કરવામાં આવી છે. આ ઘટનાને લઇને આ વિસ્તારના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.


ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ગુજરાતની ધરતી એકવાર ફરી ધ્રૂજી છે. દક્ષિણ ગુજરાતના (Sout Gujarat) ભરૂચ જિલ્લામાં શનિવારે બપોરના સમયે ભૂકંપના આંચકા (Earthquake tremors) અનુભવાયા હતા. ભરૂચમાં 4.5 રિક્ટર સ્કેલનો ભૂકંપ આવતા લોકોમાં ભય ફેલાયો હતો. ભૂકંપના આચકાના કારણે લોકોનામાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સુત્રોના જણાવ્યા પ્રમાણે આંચકો આશરે 2થી 3 સેકન્ડ સુધી અનુભવાયો હતો. જોકે, આંચકા અનુભવાતા લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા અને લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. વધુ મળતી માહિતી પ્રમાણે ભૂકંપનું કેન્દ્રબિન્દુ ભરૂચના નેત્રંગ તાલુકાના મોટા માલપોર ગામ ખાતે નોંધાયું છે. ભરૂચની ધરાધ્રૂજવાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.