સુરત શહેરમાં આજે ભાઇ બહેન દિક્ષા લેવા જઇ રહ્યા છે. સીએ ભાઇ સાથે બહેન પણ દિક્ષા લઇને સંસારની મોહમાયા ત્યાગીને સંયમનો માર્ગ અપનાવશે. દિક્ષા બાદ બંને મુમુક્ષોને નવું નામ આપવામાં આવશે. તાપીના કિનારે યોજાઇ રહેલા આ દિક્ષા સમારોહમાં અનેક જૈન સાધુ સાધ્વીઓની હાજરીમાં બંને ભાઇ બહેન સંયમનો માર્ગ અપનાવશે. કદમ દોશીના ભાઇએના જણાવ્યા પ્રમાણે કદમ પહેલાથી જ લાંચ ભ્રષ્ટાચાર વિરોધી હતો. આમ લાંચ અને ભ્રષ્ટાચારના કારણે લોકોને સંસારમાં રહીને દુઃખી કરવા અને કરતા દિક્ષા લઇને સંયમનો માર્ગ અપનાવવાનું કદમ માને છે. (પ્રજ્ઞેશ વ્યાસ, સુરત)