કિર્તેશ પટેલ, સુરત : એક કહેવત છે કે 'કાનૂન કે હાથ લમ્બે હોતે હે' સુરત શહેરમાં આ કહેવત સાર્થક થઈ છે. અહીંયા ડીંડોલી પોલીસ મથકની હદમાં ત્રણ વર્ષ અગાઉ એકસ્ટ્રા મેરીટલ અફેરના મામલે થયેલી હત્યાનાં આરોપીઓને પોલીસ દિલ્હીથી પકડી લાવી છે. પત્નીનાં આડા સંબંધનો પ્રતિશોઘ લેવા પતિએ પ્રેમીના સગા મોટા ભાઈની હત્યા કરી અને માથાને આરીથી કાપી નાખ્યું હતું. આ માલે ડીંડોલી પોલીસે હત્યાનાં આરોપી પાસવાન બંધુઓની ધરપકડ કરી છે.
કુતરાઓ માથાનો ભાગ ખાઈ ગયા હોવાથી માત્ર ખોપડીના હાંડકા અને વાળ જ બચ્યા હતા. પોલીસને શર્ટના ખીસ્સામાંથી આધાર કાર્ડ મળી આવ્યો હતો જેના પરથી મૃતકની ઓળખ સુજય નરેશ પાસવાન (રહે, માલીકપુર નરેપુર ઔરંગાબાદ બિહાર) તરીકે થઈ હતી. હત્યારાઓએ સુજયને છાતીના ભાગે ઘા માર્યા હતા તેમજ ગળુ શરીરથી છુટુ પાડી દીધુ હતું બનાવ અંગે ડિડોલી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
આ અંગે એસીપી પરમારે જણાવ્યું હતું કે મૃતક સુજય પાસવાનના ભાઈ સોનુ પાસવાનના સવિતા નામની મહિલા સાથે અનૈતિક સંબંધ હતા અને તે સવિતાને સંતાન સાથે ભગાડી ગયો હતો. જે અંગે સવિતાના પતિ નન્નુ રામજી પાસવાનને ખબર પડતા તેણે સુજય પાસવાનને સાથે રાખી શોધખોળ હાથ ધરી હતી પરંતુ બંને જણાનો કોઈ પત્તો મળ્યો ન હતો. સવિતાને સોનું ભગાડી ગયો હોવાની આશંકા રાખી તેની અદાવતમાં નન્નુ પાસવાન અને તેનો ભાઈ શિવપૂંજન પાસવાને હત્યા કરી હતી અને ગળુ છુટુ પાડી લાશને ખેતરમાં ફેકી હોવાનુ બહાર આવતા પોલીસ દ્વારા બંને જણાને ઝડપી પાડવા માટે અવાર નવાર બિહાર તપાસ માટે ગઈ હતી. પણ આરોપીઓનો પતો મળતો નહોતો'
દરમિયાન પીઆઈ ઍમ.ઍલ.સાળુંકેએ ટેકનીકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરતાઆરોપી નવી દિલ્હી ખાતે હોવાની હકીકત બહાર આવતા એક ટીમ તપાસ માટે દિલ્હી રવાના કરી હતી. અને દિલ્હીથી હત્યામાં સંડોવાયેલા નન્નુ રામજી પાસવાન અને શિવપુંજન રામજી પાસવાનને ઝડપી પાડી સુરત લાવી ધરપકડ કરી હતી. હત્યા કર્યા બાદપાસવાનબંધુઓ દિલ્હી ભાગી ગયા હતા અને ત્યાં કડીયા મજુરી કામ કરતા હતા.