કિર્તેશ પટેલ, સુરત : સુરતના વરાછા વિસ્તારમાં એક કારખાનામાં ખૂની ખેલ ખેલાયો હતો જેમાં કારખાનામાં રહેતા અને રત્ન કલાકાર તરીકે કામ કરનાર એક યુવકને હત્યા અજાણ્યા ઈસમોએ કરી હતી બનાવને પગલે વરાછા પોલીસે ઉચ્ચ અધિકારીઓ દોડતા થઇ ગયા હતા.હત્યા દારૂ પિતા પિતા કોઈ ઝગડામાં કરવામાં આવી હોવાની વાત સામે આવી પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે.
વરાછા વિસ્તારમાં આવેલ માતાવાડી વિસ્તારમાં એક કારખાનામાં કામ કરતા રત્ન કલાકાર મૂળ વતની ભાવનગર ઉસડ ગામ ના નરેશ ઢાપા જેઓ કારખાના રાત્રી દરમિયાન સુતા હતા તે દરમિયાન અજણાયા ઈસમોએ અગમ્ય કારણોસર યુવક ની હત્યા કરી ફરાર થઈ ગયા હતા. બનાવ ની જાણ કારખાનેદાર ને થતા તુરંત વરાછા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી ઉચ્ચધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચીને તપાસ આદરી છે.
હત્યા કોને કરી ? શા માટે કરાઈ હતી ? હત્યા પાછળનું કારણ શું તે દિશામાં હાલ તો વરાછા પોલીસ આરોપી સુધી પહોંચવા માટે કડી મેળવી રહી છે પણ જે રીતે માહિતી મળી રહી છે કે તે પ્રમાણે કે કારખાનામ કેટલાક ઈસમો ભેગા મળીને દારૂ પી રહ્યા હતા ત્યારે કોઈ બાબતે ઝગડો થતા એક વ્યકિત આ વ્યક્તિની હત્યા કરી બીજા મિત્રો ફરાર થઈ ગયા હતા હાલમાં વરાછા પોલીસે પણ આ બાબતર અંદર ખાને તપાસ શરૂ કરી કરણ કે દારૂની વાત સામે આવી રહી છે પોલીસ દારૂની વાત છુપાવી રહ્યા હોય તેવું લાગે છે.