

કિર્તેશ પટેલ, સુરત : સુરતના નાનાવરાછા અને (Surat) મોટા વરાછા જોડતા સવજી કોરાટ બ્રિજ જાણે સુરતના લોકો માટે આપઘાત મોટું કેન્દ્ર બન્યું છે (Surat Suicide) ત્યારે રત્નકલાકાર (Diamond Worker)તરીકે કામ કરતા એક યુવાને ગઈકાલે આપઘાત કરવાના ઇરાદાથી તાપી નદીમાં મોતની(Jumped in Tapi River)છલાંગ મારી હતી. જોકે સ્થનિક માછીમારી કરતા લોકોએ યુવાને બચાવી સારવાર માટે હૉસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. આમ માછીમારોની સક્રિયતા અને માનવતાના કારણે એક હતાશ વ્યક્તિની જિંદગી બચાવવામાં સફળતા મળી હતી.


સુરતમાં સતત આપઘાતની ઘટના સામે આવી રહી છે જેમાં પણ તાપી નદીમાં આપઘાત માટે કોઈને કોઈ બ્રિજ પરથી સુરતના હતાશ લોકો આપઘાત માટે છલાંગ મારતા હોય છે, ત્યારે ગતરોજ સુરતના સવજી કોરાટ બ્રિજ પરથી ગતરોજ બપોરે એક યુવકે તાપી નદીમાં જંપ લગાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે બ્રિજ નીચે હાજર સ્થાનિક રહીશોએ તાત્કાલિક તાપીમાં ઝંપલાવી યુવકને બચાવી લીધો હતો.


અર્ધ બેભાન અવસ્થામાં યુવકને સારવારર હોસ્પિટલ ખસેડાયો હતો.જોકે આ યુવાન વરાછા એ.કે. રોડ રાણા પંચની વાડી ખાતે રહેતો સંદિપ દિગમ્બર પાટીલ હોવા સાથે આ યુવાન હીરાના કારખાનામાં કામ કરી ગુજરાન ચલાવે છે. છેલ્લા કેટલાક સમયથી તેમની પત્ની સંતાનો સાથે તેમનાથી અલગ રહે છે. જેથી તેઓ તેના ટેન્શનમાં ડિપ્રેશનમાં રહેતા હતા.


દરમિયાન તેણે સવજી કોરાટ બ્રિજ પરથી તાપીમાં જંપ લગાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બનાવની જાણ થતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી. જોકે બ્રિજ નીચે હાજર સ્થાનિક રહીશોએ ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા જ યુવકને બચાવી 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ મોકલી આપ્યો હતો.