કિર્તેશ પટેલ, સુરતઃ કતારગામ (katargam) નગીનાવાડી રોડ ખાતે જવેલસ્ટાર નામે ડાયમંડ ટ્રેડીંગનો ધંધો કરતા હીરા વેપારી (diamond trader) સાથે રૂપિયા 8 લાખની ઠગાઈ (fraud case) આચરવામાં આવી છે. સગરામપુરાના ઠગબાજે સાત દિવસમાં પેમેન્ટ ચૂકવી આપવાનો વિશ્વાસ અને ભરોસો આપી વેપારીની મુંબઈની બ્રાન્ચમાંથી બે હીરા ખરીદ્યા બાદ સમયસર પેમેન્ટ આપવામા બદલે પેમેન્ટ નથી આપાવાનો થાય તે કરી લેવાની ધમકી આપી હતી.
સગરામુપુરા સિધ્ધાર્થ એપાર્ટમેન્ટમાં રહેતો સોનું ઉર્ફે સની કુમુદ મોદી ગત તા 26મી ફેબ્રુઆરીના રોજ રાજેન્દ્ર જૈન સાથે તેમની મુંબઈની ઓફિસે મહેન્દ્રભાઈને મળ્યા હતા.અને એક કેરેટ સાઈડના બે તૈયાર હીરા ખરીદવાની વાત કરી પોતે સુરતમાં રોસરી ડાઈમ નામની કંપની ધરાવે છે,સમયસર પેમેન્ટ ચુકવી આપવાનો વિશ્વાસ ભરોસો આપ્યો હતો.
માલનું પેમેન્ટ સાત દિવસમાં આપવાનુ નક્કી કરવામા આવ્યું હતું જાકે સાત દિવસ બાદ પણ સોનુએ પેમેન્ટ નહી ચુકવતા અરૂણએ પેમેન્ટ માટે ફોન કરતા સોનુએ પેમેન્ટ આપવા માટે ઇન્કાર કરી તમારે થાય તે કરી લો તેમ કહી ગાળાગાળી કરી ધમકી આપી પૈસા આપ્યા ન હતી.જેથી આ બનાવ અંગે અરૂણે કતારગામ પોલીસ મથકમાં સોનુ મોદી સામે ફરિયાદ નોધાવી હતી. પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.