

કિર્તેશ પટેલ : કોરોના વાઇરસને (Corona Virus) લઇને દુનિયાના તમામ ઉધોગ (Industry) બંધ છે ત્યારે મંદીમાંથી હાલમાં પસાર થઈ રહેલ સુરતનો (Surat) હીરા ઉધોગ (Diamond Industry) ચાલુ રાખવામાં આવ્યો છે. જોકે આ ઉધોગ પર કોરોના વાયરસની (Corona Virus) અસર થઈ છે. એક બાજુ હીરાના એક્સપોર્ટમાં (Diamond Export) 40 ટકાનો ઘટાડો થઈ ગયો છે છતાં કેટલાક તકેદારીના પગલાંના કારણે હીરા ઉદ્યોગ હજુ પણ ધમધમી રહ્યો છે. સાંભળવામાં નવાઈ લાગશે પરંતુ તેનું સૌથી મોટું કારણ છે કે શેઠિયા નથી ઇચ્છતા કે રત્નકલાકારો બેકાર બને અને મંદીની અસરમાં તેમની રોજી છીનવાય તેથી તેઓ માસ્ક (Mask) પહેરાવી અને હેન્ડ સેનિટાઇઝરના ઉપયોગથી હીરા ઉદ્યોગને ચમકતો રાખી રહ્યા છે.


આમ તો દુનિયામાં તૈયાર થતા 100 માંથી 90 હીરા સુરતમાં બનતા હોય છે ત્યારે કોરોના લઇને આ ઉધોગની હાલત બેહાલ બની છે, ત્યારે કાચો માલ આવતો નથી. બીજી બાજુ તૈયાર માલ વિદેશમાં જઈ શકે તેવી સ્થિતિ નથી ત્યારે આ ઉધોગમાં કામ કરતા રત્નકલાકાર બેકાર નહીં બને તે માટે આ ઉધોગ ચાલુ રાખવામાં આવ્યો છે.


હાલમાં જે વેપારી પાસે કાચો માલ હોય તે વેપારી હીરાને પોલિસિંગ કરીને પોતાની પાસે સ્ટોક રાખે છે. કારણ કે કોરોનાની મંદીનો દોર પૂરો થતાં હીરા માલની માંગ નીકળવાની છે. જોકે ચાઇના હોંગકોંગકમાં આ વાઇરસની અસર ને લઇને એક્સપોર્ટ 40 ટકા ઘટ્યું છે પણ આગામી દિવસ માગ નીકળતા તમામ માલ વેચાઈ જવાનો છે તેને લઇને ઉધોગ ચાલુ રાખ્યો છે. હાલમાં કામ કરતા કર્મચારી તમામ સવલતો આપવા સાથે તેમના સ્વાસ્થ્ય ખાસ કાળજી પણ લેવામાં આવે છે.


જોકે હીરાના કારખાના કોરોના વાઇરસની દહેશત વચ્ચે ચાલુ રાખવામાં આવ્યા છે પણ કામ કરતા કર્મચારીઓ પર આ વાઇરસની અસર ન થાય તે માટે તકેદારી પણ રાખવામાં આવે છે. એક બાજુ આવનારા કારીગર નોટિસ બોર્ડ પર વાઇરસથી બચવા શું કરવું તેની જાણકારી આપવા સાથે માસ્ક પહેરીને કામ કરવા સાથે સેનિટાઇઝરનો ઉપયોગ સતત કરતા સૂચન આપવામાં આવ્યુ છે.


આ ઉપરાંત ટીવી ડિસ્પ્લે પર કોરના વાઇરસથી બચવાની જાણકારી સતત બતાવામાં આવે છે. જોકે આ સમયે આ ઉધોગ ચાલુ રહેવાના લીધે રત્નકલાકાર આવક ચાલુ રહી છે જેને લઇને તેમને સૌથી વધુ હાશકારો અનુભવી રહ્યા છે, જોકે કર્મચારીઓ માટે આગામી દિવસમાં ઉનાળાનું વેકેશ આવી રહીયું છે ત્યારે જે ઉધોગ કાચો પાસે માલ હોય તે પોતાના હિસાબે વેકેશન આપશે અને દિવસના કામના કલાક નક્કી કરી રહ્યા છે ત્યારે આ વાઇરસ જલ્દીથી દુર નહીં થાય તો આગામી દિવસ આ ઉધોગ ની હાલત પણ બગડી શકે છે.