કિર્તેશ પટેલ, સુરત : સુરતમાં ચાર મહિના બંધ રહેલું હીરાનું માર્કેટ (Diamond markets) ફરી શરૂ થયું છે. આ સ્થિતિમાં હીરા ઉદ્યોગમાં (Diamond industry) તેજી જોવા મળી રહી છે. જોકે, આ તેજીને બરકાર રાખવામાં એક સમસ્યા સામે આવી રહી છે. હાલમાં ભારતમાં કોરોનાના કેસની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે, તેવામાં હીરા ઉદ્યોગને તેજી (Boom in Diamond industry) પર લઈ જવા માટે રફ ડામંડની ખરીદી કરવી આવશ્યક બને છે. જોકે, આ ખરીદી આડે આંતરાષ્ટ્રીય ફ્લાઇટ્સનો પ્રતિબંધ નડી રહ્યો છે. પ્રતિકાત્મક તસવીર
આ મામલે જેમ્સ એન્ડ જ્વેલેરી કાઉન્સિલ ઑફ ઇન્ડિયાના રિજનલ વડા અને સુરતના જાણીતા ઉદ્યોગકાર દિનેશ નાવડિયાએ ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે 'સુરતમાં જે પોલિસીંગની ઇન્ડસ્ટ્રી છે, તેના માટે રફ હીરાની આવક ખૂબ જરૂરી છે. આ રફ હીરા ખરીદવા માટે વેપારીઓ જાતે જ સાઉથ આફ્રિકા, કેનેડા, બ્રસેલ્સ, રશિયા, બોટ્સવાના કે દુબઈ જતા હોય છે.'
નાવડિયાએ ઉમેર્યુ કે 'જે વેપારીઓ મોટા પાયે ધંધો કરે છે તેમની આતંરાષ્ટ્રીય બજારમાં ઓફિસ હોય છે, તેમના માટે સમસ્યા નથી પરંતુ એમએસએમઇ ચલાવતા વેપારીઓ જાતે જઈને ખરીદી કરે છે. ચાર મહિના બંધ રહ્યા બાદ ખુલતાની સાથે જ હીરાનું બજાર સારૂં છે, આંતરાષ્ટ્રીય માર્કેટમાં ડીમાન્ડ પણ છે આથી સરકાર પાસે અમે આંતરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂકરવાની માંગણી કરીએ છીએ.' પ્રતિકાત્મક તસવીર
હીરા ઉદ્યોગની બેરોજગારીને દૂર કરવા માટે સરકારે આ નિર્ણય કરવો જરૂરી છે. નાવડિયાએ ઉમેર્યુ કે લાખોની સંખ્યામાં હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓએ આ મામલે માંગણી કરી છે અને સરકાર આ દિશામાં તાત્કાલિક પગલાં ભરે અને હીરા ઉદ્યોગને રફ ડાયમંડની ખરીદી કરવા માટે જવાની વ્યવસ્થા કરાવે તેવી માંગ છે. પ્રતિકાત્મક તસવીર