કિર્તેશ પટેલ, સુરત : સુરતમાં ધનતેરસના (Dhanteras) દિવસે જ્યારે સમગ્ર શહેર દિવાળીના (Diwali) પર્વની ઊજવણી કરી રહ્યુ હતું ત્યારે નાના વરાછાના (Nana Varacha) એક પરિવારની દુનિયા લૂંટાઈ ગઈ હતી. અહીંયા આવેલી ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા એક હીરા દલાલનું (Daimond Worker) હૉસ્પિટલમાં સારવાર દરમિયાન નિધનય થયું હતું. 14 દિવસ પહેલાં આ દલાલે પોતાની ઑફિસમાં જ ઝેરી દવા (Dimond Broker suicide) ગટગટાવી હતી. બનાવના પગલે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
આ હીરા દલાલ સરથાણા જગાતનાકા પાસે આવેલી પોતાની ઓફિસમાં 14 દિવસ પહેલા ઝેરી દવા પી અને જીવન ટૂંકાવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેમને સારવાર માટે હૉસ્પિટલ સુધી લઈ જવામાં સફળતા મળી હતી. દરમિયાન ગઈકાલે હીરા દલાલનું સારવાર દરમિય મોત નીપજ્યું હતું. જોકે આ હીરા દલાલે ધંધો બરાબર ચાલતો ન હોવાથી આ પગલું ભર્યું હોવાની શક્યતા છે પરંતુ તેમણે ક્યા કારણોસર આપઘાત કર્યો તેની જાણકારી બહાર આવી નહોતીં. પ્રતિકાત્મક તસવીર
સુરતના નાના વરાછા ખાતે ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા 30 વર્ષીય કપિલ ભાઈ વિઠ્ઠલભાઈ ચોવડીયા પરિવારનું ભરણપોષણ કરવા માટે હીરા દલાલી અને ડાયમંડના ક્લાસીસ ચલાવતા હતા.જોકે ગત તારીખ 27-10- 2020ના સાંજે સરથાણા જકાતનાકા પાસે તેમની અવધ ખાતે ઓફિસમાં ઝેરી દવા પી ગયા હતા જેથી તેમને સારવાર માટે તેમના મિત્ર તરત ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. પ્રતિકાત્મક તસવીર
જ્યાં લાંબી સારવાર દરમિયાન ગઈકાલે રાત્રે તે મોતને ભેટયા હતા.કપિલ ભાઈ આ પગલું ભરતા પહેલાં તેના મોટાભાઈ અને મિત્રને મેસેજ કર્યું હતું કે મને માફ કરજો આ મેસેજ જોઈને તરત જ તેના મિત્રો ઓફિસ પાસે ધસી એ તેને સારવાર માટે લઈ ગયો હતો. જોકે ધંધામાં મંદીને લીધે આ પગલું ભર્યું હોવાની શક્યતા છે પણ હકીકત તપાસ દરમિયાન જાણવા મળશે આ અંગે સરથાણા પોલીસે તપાસ હાથ ધરી છે.