Surat News : સુરત ક્રાઈમ બ્રાન્ચે શહેરના (Surat Crime Branch Arrested Notorious Sajju Kothari) જમીન દલાલને જાનથી મારી નાખવાની ધમકી આપનાર એક શખ્સની ધરપકડ કરી છે મુંબઈના ગેંગસ્ટરોની (Mumbai Gangsters) સ્ટાઇલમાં નાનપુરાના માથાભારે સજ્જુ કોઠારીએ જમીનદલાલને મારી ( Land Broker) નાખવાની ધમકી આપી હતી. આ કેસમાં ક્રાઇમબ્રાંચે માથાભારે સજ્જુ કોઠારીને નાગપુરની (Nagpur Maharashtra) હોટેલમાંથી પકડી પાડયો છે. જમીનદલાલને માથાભારેએ ધમકી આપી કે '48 કલાકમાં તને પુરો કરી નાખીશ, હું વોન્ટેડ છું તો પણ તારી સામે બેઠો છું, હવેથી તુ એકલો ફરતો નહિ, તારે જીવવું હોય તો આઠ માણસો સાથે લઈને ફરજે', આવી ધમકી આપી માર માર્યો હતો. જેના કારણે મામલો અઠવાલાઇન્સ પોલીસમાં ગયો હતો.
ગુનો દાખલ થતાની સાથે સંજુ કોઠારી કારમાં નાગપુર ભાગી ગયો હતો અને ત્યાં હોટેલમાં રોકાયો હતો. જોકે નાગપુરમાં જે હોટેલમાં રોકાયો હતો ત્યાં રહેવાની સગવડ કોણે કરી આપી તેની પણ પોલીસ તપાસ કરાશે. બનાવની વિગતો એવી છે કે શહેરના અડાજણ પાટિયા ન્યુ ગોરાટ રોડ પર અલફે શાની ટાવરમાં રહેતા અને જમીન દલાલી કરતા 44 વર્ષીય ઈમ્તીયાઝ ઈકબાલ બચાવએ બિલ્ડર ઈરફાન ચામડિયા અને મકસુદ ગોડિલને ન્યુ ગોરાટ રોડ ખાતે જમીન અપાવી હતી.