કિર્તેશ પટેલ, સુરત: સુરતમાં દિવસેને દિવસે કોરોના બેકાબૂ બની રહ્યો છે. વિવિધ ઝોનમાં કોરોનાનું સંક્રમણ તીવ્ર ગતિએ વધી રહ્યું છે. આથી શહેરની હોસ્પિટલો (Surat hospital waiting) ફૂલ થઈ ગઈ છે. શહેરના કતારગામ ઝોન (Katargam zone)માં પણ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે. જેને લઇને ખાનગી સ્કૂલમાં મિત્ર વૃંદ કોવિડ કેર સેન્ટર (Covid care center) ઊભું કરાયું છે. અહીં 75 ઓક્સિજન બેડ (Oxygen bed)ની સુવિધા ઊઉભી કરવામાં આવી છે.
સુરતના કોરોનાનું સંકરણ વધી રહ્યું છે. કોરોના દરરોજ પોતાનો રેકોર્ડ તોડીને નવો રેકોર્ડ સર્જી રહ્યો છે, હવે તો 24 કલાકમાં 2,000 જેટલા કેસો નોંધાવાની આશંકા સેવાઈ રહી છે. કોરોનાનું સંક્રમણ વધવાને લઈને શહેરની તમામ હોસ્પિટલો ફૂલ થઈ ગઈ છે. બીજી તરફ દર્દીઓને હૉસ્પિટલમાં દાખલ કરવા માટે લાંબુ વેઇટિંગ ચાલી રહ્યું છે. જેના પગલે સુરતમાં વિવિધ વિસ્તારોમાં કોવિડ સેન્ટરો ઊભા કરવામાં આવી રહ્યા છે.