

લોકડાઉન દરમિયાન બુધવારે કતારગામ વિસ્તારમાં ચાર વર્ષની માસૂમ બાળકીને ઊંચકી જઈ ખુલ્લા મેદાનમાં તેના પર બળાત્કાર તથા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાના ગુનામાં સંડોવાયેલા મિતેશ રાજપુતની સીસીટીવી ફૂટેજના આધારે કતારગામ પોલીસે ધરપકડ કરી આજે સાત દિવસના રિમાન્ડની માંગ કરી હતી.


કોર્ટે 11 તારીખ સુધીના રીમાન્ડ મંજુર કર્યા હતા. આોરપી હિરાના કારખાનામાં કામ કરે છે અને દારૂના નશામાં એ વિસ્તારમાં નીકળ્યો હોવાનું પણ સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2017માં પણ આરોપી દ્વારા આવોજ એક બળાત્કાર કલકતામાં પણ કરવામાં આવ્યો હતો.


કલકત્તા ભદ્રેશ્વરના વતની 22 વર્ષના આરોપી મિતેશ રાજપુત તે બુધવારે કતારગામ વિસ્તારમાં રહેતી ચાર વર્ષની શ્રમજીવી બાળકીને ઉચકી જઇને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. જેની પોલિસે સીસીટીવીના આધારે શોધીકાઢી ધડપક કરી હતી. આરોપી મિતેશ હિરાના કારખાનામાં કામ કરતો હતો અને હાલમાં લોક ડાઉનના કારણે રજા હોવાથી આમતેમ રખડયા કરતો હતો.


ધરપકડ બાદ આજે આરોપીને સાત દિવસના રિમાન્ડની માંગ સાથે અર્જન્ટ કેસોની કાર્યવાહી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેની સુનાવણી દરમિયાન મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે, આરોપીએ આચરેલા ધૃણાસ્પદ ઘટના અંગે રિકન્સ્ટ્રક્શન કરાવવાનું છે, આરોપીના ડી.એન.એ તથા ગેટ એનાલિસિસ કરાવવાનું છે.


આરોપીઓના નિવેદન દરમિયાન તેણે 2017માં કલકત્તા ભદ્રેસર ખાતે પણ આ પ્રકારનો બળાત્કારનો ગુનો આચર્યો છે તથા તે બદલ તેને 6 મહિનાની જેલ પણ થઇ છે. જેથી કતારગામ વિસ્તારમાં નોંધાયેલા અન્ય ગુનામાં આરોપીઓની સંડોવણી હોવાનું તપાસ કરવાની છે. જેને કોર્ટે માન્ય રાખીને આરોપીને 11 તારીખ સુધી રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે.