કિર્તેશ પટેલ, સુરતઃ આજે વેલેન્ટાઈન્સ ડે (Valentine's Day) છે અને યુવક યુવતીઓ ઉજવણી કરવા માટે ઘરની બહાર નીકળ્યા હતા. જોકે, આજના દિવસે સુરતમાં (surat) એક કરુણ ઘટના બની હતી. અહીં નવા જીવનની શરુઆત થાય એ પહેલા જ યુવક યુવતી યમલોક પહોંચી ગયા હતા. વેલેન્ટાઇન્સના દિવસને લાઇન યુગલો વેલેન્ટાઈનને ઉજવણી કરવામાં પોતાના જીવન સાથી સાથે બહાર નીકળતા હોય છે ત્યારે સુરતના યુવક-યુવતીને અકસ્માત નડતાં (couple died in accident) બન્નેના મોત થયા છે. સુરતમાં મોપેડ પર જતા યુવક-યુવતીને ડમ્પરે અડફેટે (truck accident) લેતા બન્નેના મોત થયા છે.
મળતી માહિતી પ્રમાણે યુવક યુવતીની છ મહિલા પહેલા સગાઈ થઈ હતી. વેલેન્ટાઈનને ઉજવણીના ભાગરૂપે ફરવા નીકળેલા સુરતના ગભેણી ગામ વાડી ફળિયામાં રહેતો સંતોષ રણછોડ ખલાસી અને તેના જીવનસાથી સાથે મોપેડ બાઈક લીને જઈ રહ્યા હતા. તે દરમિયાન ભીમરાડ નજીક ડમ્પરના ચાલકે મોપેડ સવાર યુવક-યુવતીને અડફેટે લેતા બન્નેના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. બન્ને પરિવારના એકના એક દીકરા-દીકરીના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયા હતા.