

કિર્તેશ પટેલ, સુરત: શહેરમાં કોરોના (coronavirus) મહામારી એ લઈને દંડ ને લઇને શહેરના લોકોને તંત્ર અને ખાસ કરીને પોલીસ (police) સાથે માથા ફૂટ થતી હોય છે. ત્યારે આ માથાકૂટ વચ્ચે કેટલાક લોકો આ સમયે રૂપિયા કમાવા લગતા હોય છે. ત્યારે સુરતમાં હોમગાર્ડ (Homeguard) કામ કરતા એક જવાને માસ્કનો દંડ લોકો પાસેથી ખોટી રીતે ઉગ્રાવત લોકોએ ઝડપી પડી તેનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં (social media) વાયરલ કર્યો છે.


મળતી માહિતી પ્રમાણે કોરોના મહામારી વચ્ચે કેટલાક લોકો આ મહામારીને લઈને હેરાન છે. કારણકે નિયમોને લઈને સામાન્ય માણસને દંડ ફટકારવામાં આવે છે. જ્યારે નેતા અને મોટા ગજાના લોકો તમામ છૂટ છે. ત્યારે એક બાજુ આવક નથી અને બીજી બાજુ દંડ ભરવાનો વારો આવતા લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું જોવા મળ્યું છે.


આ સમયમાં પણ કેટલાક લોકો આ અવસરને ઉત્સવમાં ફેરવાનું ચુકતા નથી. આવુ જ કઈ સુરત પોલીસની મદદ માટે રાખવામાં આવેલા હોમહગડ દ્વારા કરવામાં આવતું હતું. સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં લોકોને માસ્કના નામે આ હોમગાડ ખોટી રીતે દંડ કરતો હતો.


જોકે રૂપિયા લીધા બાદ પણ દંડની રસીદ નહીં આપતા લોકોને આ હોમગાડ પર કેટલાક દિવસથી શંકા હતી. જોકે આજે સ્થાનિક લોકોએ આ હોમગાડને રૂપિયા વસૂલતા તેના મળતિયા સાથે ઝડપી પડ્યો હતો.


જોકે ત્યાર બાદ આ હોમગાડના જવાન પોલતાની ભૂલ સ્વીકારી લોકોની માફી માંગવા લાગ્યો હતો. પણ લોકોએ નિયમના નામે તેમને હેરાન કરી તેમની પાસેથી ખોટા રૂપિયા લેનાર હોમગાર્ડે કરેલી ભૂલોની કબૂલાતનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યો હતો. આ ઉપરાંત આ ઈસમને પોલીસના હવાલે કર્યો હતો. જોકે આ વીડિયો વાયરલ થતા આવા કર્મચારીઓથી હેરાન થતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.