

કોરોના વાયરસને (coronavirus) લઈને માસ્કની (mask) માંગ વધવાના કારણે સુરતનાએ (surat) વેપારી માસ્કનો (mask trader)વેપાર કરવો ભારે પડ્યો હતો. બે ઠગ દ્વારા 8 લાખ રૂપિયા લઇ લીધા બાદ માસ્ક નહીં મોકલાવી છેતરપિંડી કરતા સુરતના વેપારીએ આ મામલે પોલીસમાં નોંધાવી ફરિયાદ હતી. (કિર્તેશ પટેલ, સુરત) (પ્રતિકાત્મક તસવીર)


કોરોના વાયરસને લઈને બજારમાં માસ્કની માંગ વધુ હોવાને લઇને સુરતના અડાજણ ભુલકાભવન સ્કુલની બાજુમાં અક્ષર જ્યોત સોસાયટી કોમ્પલેક્ષ નં.એ/4 ફલેટ નં યુ.જી/3માં રહેતા હિતેશભાઇ ગોવર્ધનભાઇ મિસ્ત્રી ઉધના ત્રણ રસ્તા ઇંડીયન ઓંઇલ પેટ્રોલ પંપની સામે વશી કોલોની 37/2માં એ.ટુ.ઝેડ ફાયર સેફ્ટી સર્વિસના નામે વેપાર કરે છે. (પ્રતિકાત્મક તસવીર)


પોતાના વેપાર માટે તેમણે જસ્ટ ડાયલ, ઇન્ડિયા માર્ટ અને ગુગલ ઉપર જાહેરાત મૂકી છે કે તેમને માસ્ક વેચાણ માટે જોય છે ત્યારે ચંદીગઢમાં માસ્કનો વેપાર કરતા આર.કે મિશ્રા નામના વ્યક્તિએ ગત 23 ફેબ્રુઆરીના રોજ હિતેશ ભા ને વોટ્સએપ મેસેજ કરી પોતે એસ.આર.એન્ટરપ્રાઇઝના નામે માસ્કનો વેપાર કરતો હોવાનું જણાવી તેમને હિતેશ ભાઈ સાથે વેઅર કરવામાં રસ છે. (પ્રતિકાત્મક તસવીર)


હિતેશભાઈએ તેની સાથે ભાવતાલ કર્યા બાદ 3 રૂપિયામાં એક માસ્ક ખરીદવાની વાત કરી 4 લાખ માસ્ક ખરીદવાની વાત કરી હતી. ચંદીગઢના સરનામે મિત્ર મારફતે ખરાઈ કરાવ્યા બાદ તેમણે રૂ.6 લાખ ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. પેમેન્ટ મળી ગયાની ખાતરી કર્યા બાદ હિતેશભાઈએ માલની ડિલિવરી કરવા કહેતા આર.કે.મિશ્રાએ બહાનું કાઢી ઓફિસના કર્મચારી સંજીવનો નંબર આપી વાત કરવા કહ્યું હતું. જોકે સંજીવ સાથે હિતેશ ભાઈ વાત કરવા ફોન કરીયો ત્યારે સંજીવે હું તમને ઓળખતો નથી, તમને માલની રસીદ અમારા સેલ્સમેન આર.કે.મિશ્રા આપી શકે તેમ કહી તેમની સાથે વાત કરવા કહ્યું હતું. (પ્રતિકાત્મક તસવીર)


આર.કે.મિશ્રાએ ફરી કાલે કાર્ગોમાં સુરત એરપોર્ટ ઉપર માલ આવશે અને તમને જો વધુ 1.50 લાખ માસ્ક જોઈએ તો મોકલી આપું કહી તે ઓર્ડર લઇ બાદમાં તેના પેમેન્ટના એડવાન્સ રૂ.2 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. પરંતુ ત્યાર બાદ તેમણે એરપોર્ટ ઉપર માલ મોકલ્યો ન હતો અને જે ટ્રાન્સપોર્ટ કંપનીની રસીદ મોકલી હતી. તેની સુરતના સારોલી સ્થિત ઓફિસે જઈ તપાસ કરતા તે ડુપ્લીકેટ હોવાનું જાણવા મળ્યું હતું. (પ્રતિકાત્મક તસવીર)


બાદમાં આર.કે.મિશ્રા અને સંજીવના મોબાઈલ ફોન પણ બંધ થઇ ગયા હતા અને તેમણે જે એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતા તે અનોપકુમાર રાઘવ શો બહાદુર ( રહે, 22, દુર્ગા એન્કલેવ, કમલવિહાર પાસે, ડેઓરી રોડ, આગ્રા)નું હોવાનું જાણવા મળ્યું હતું. પોતાની સાથે થયેલી ઠગાઈ અંગે હિતેષભાઈએ બને ગઠીયાઓ વિરૂદ્ધ ગતરોજ ઉધના પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. (પ્રતિકાત્મક તસવીર)