

કિર્તેશ પટેલ, સુરતઃ શહેર સહિત જીલ્લામાં જન્માષ્ટમીના દિવસે (Janmasthami) ફરીથી કોરોના વાયરસના (coronavirus) કેસોમાં વધારો દેખાયો હતો. બુધવારે સુરત શહેરમાં 272 કેસો નોîધાયા હતા. ગુરૂવારે બપોર સુધી 108 કેસો નોધાયા છે. જયારે કોરોનાથી બે ના મોત નિપજ્યા છે. આ સાથે સુરતમાં 16,550 કેસો નોધાઇ ચુકયા છે. મૃત્યુઆંક 712 થયો છે. તેની સામે અત્યાર સુધી 12,545 લોકો સાજા થઇ ઘરે પરત ફર્યા છે.


સુરત શહેર અને જીલ્લામાં કોરોના વાયરસના કેસો જાતા તંત્ર દ્વારા અનેક જનજાગૃતિના પગલાઓની સાથે લોકોને સારવાર મળી રહે તે પ્રકારની તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.


સરકાર દ્વારા ધન્વંતરી રથ અને 104ની સેવા પણ કાર્યરત કરી લોકોને ઘર બેઠા સારવાર મળી રહે તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. તેમ છતાં કતારગામ , અઠવા અને રાંદેર ઝોનમાં કેસોની સંખ્યા ઓછી થવાના બદલે વધી રહી છે. તે દરમ્યાન ગુરૂવારે બપોર સુધી સુરત શહેરમાં 80 કેસ નોધાયા છે.


આ સાથે શહેરમાં 13,333 કેસો નોધાઇ ચુકયા છે. જયારે જીલ્લામાં પણ કેસો વધી રહ્ના છે. બપોર સુધીમાં 28 કેસ નોધાયા છે. આ સાથે જીલ્લામાં પણ કોરોનાનો પોઝિટિવ આંક 3,320 કેસો નોધાયા છે. આમ સુરતમાં અત્યાર સુધી કુલ પોઝિટિવ આંક 16,650 પર પહોચ્યો છે.


આ ઉપરાંત કોરોનામાં વધુ બે દર્દીઓના મોત નિપજતા મૃત્યુઆંક 712 પર પહોચ્યો છે. આ ઉપરાંત કોરોનાને મ્હાત આપી મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થઇ રહ્ના છે. અત્યાર સુધી કોરોનાને મ્હાત આપી 12,545 દર્દીઓ સાજા થઇ ઘરે પરત ફર્યા છે.