ત્યારે ત્રીજા વ્યક્તિ હાથમાં થેલી લઇ આવ્યો હતો અને તેમાં પર્સ મુકવા કહેતા યશોદાબેને ઇન્કાર કર્યો તો સામેની દુકાનના ઓટલા પાસે લઇ ગયા ત્યારે ફરી તેમનું માથું ભારે થઇ ગયું હતું. તે સમયે જ ત્રણેય નજર ચૂકવી દાગીના સાથેનું પર્સ સેરવી ફરાર થઇ ગયા હતા. બનાવ અંગે યશોદાબેને ગતરોજ પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અગાઉ આવા ગુનામાં ઝડપાયેલાઅોની તપાસ હાથ ધરી છે.