

કિર્તેશ પટેલ, સુરત : કોરોનાની મહામારીમાં (Coronavirus) લોકોના ધંધા પડી ભાંગ્યા છે ત્યારે કેટલાક ભણેલા ગણેલા લોકો ડિગ્રી સારી એવી ડિગ્રી ધરાવતા હોવા છતાં પણ નોકરી છુટી જવાના કારણે માનસિક તાણ અનુભવી રહ્યા હોય છે ત્યારે આ બધા વચ્ચે સુરતના એક સિવિલ એન્જિનિયર (Civil Engineer) યુવાને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે લોકડાઉન બાદ એન્જિનિયર યુવાનની નોકરી છૂટી ગઈ હતી અને તારી નોકરી ન મળી હતી જોકે પાંચ સભ્યના પરિવારનું ગુજરાન ચલાવવા માટે તેણે આલુપુરી (AlooPuri) વેચવાનું શરૂ કર્યું છે.


કોરોનાની મહામારીને લઇ કેટલાક સમય સુધી લોકડાઉનન લાગુ થયા બાદ જ્યારે લોકડાઉનને બ્લોક કરવામાં આવ્યું ત્યારે તેની સીધી અસર લોકોના વેપાર-ધંધા પર પડી રહી છે હાલ તો અનલોક 5 ચાલી રહ્યું છે અને તેમાં પણ ખાસ્સી છૂટછાટ મળી છે તેમ છતાં પણ લોકોના ધંધા જોઈએ એવા ચાલી રહ્યા નથી મંદીના માહોલ વચ્ચે લોકોની નોકરી છુટી જવાના કારણે શહેરના કેટલાક લોકો માનસિક તાણ અનુભવી રહ્યા છે તો કેટલાક લોકો આપઘાતનો પ્રયાસ અથવા તો આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે ત્યારે આ બધા વચ્ચે એક પોઝીટીવ કહી શકાય તેવું ઉદાહરણ સામે આવ્યું છે.


સુરતના સિવિલ એન્જિનિયર યુવાને લોકડાઉનમાં પોતાની નોકરી છુટી જતા આલુપુરી વેચવાનું શરૂ કર્યું છે ઉધના વિસ્તારમાં આવેલા રોડ નંબર 6 પર રહેતા સિવિલ એન્જિનિયર યુવાન સુફિયાન લોકડાઉન પહેલા નોકરી કરતો હતો પરંતુ લોકડાઉન બાદ માટે નોકરી છૂટી ગઈ અને ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું પરિવારમાં તેને માતા-પિતા બહેન અને પત્ની મળીને પાંચ સભ્યોનો પરિવાર છે.


નોકરી છૂટી ગયા બાદ અન્ય સ્થળે નોકરી મેળવવા માટે તેમણે અથાગ પ્રયત્નો કર્યા હતા પરંતુ કેટલાક સ્થળોએ ઓછા પગારની નોકરી હોવાના કારણે તે ઓફર સ્વીકારી ન હતી અને છેવટે પરિવારનું ગુજરાન ચલાવવા તેણે પોતાનો સંઘર્ષ શરૂ કરી દીધો આ યુવાને પરિવારનું ગુજરાન ચલાવવા માટે આલુ પુરી નો ધંધો શરૂ કર્યો તેને એવું માનવું છે કે કોઈ પણ કામ નાનું કે મોટું હોતું નથી.


સુફીયાને જણાવ્યું હતું કે લોકડાઉન માં નોકરી છૂટી ગયા બાદ પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું હતું અને જગ્યાએ નોકરી માટેની ઓફર તો હતી પરંતુ તે ઓછા પગારની હોવાના કારણે તેને સ્વીકારી ન હતી સાથે જ તેણે જણાવ્યું હતું કે તેની પત્ની પણ ગ્રેજ્યુએટ છે લોકડાઉનને લીધે તેને પણ સારી નોકરી ન મળી હતી જેથી બંને નિરાશ થઇ ગયા હતા.


પરંતુ હિંમત હાર્યા હતા અને સંઘર્ષ કરીને આલુ પુરી ની લારી શરૂ કરી શરૂઆતમાં મુશ્કેલી પડી હતી સ્થાનિક લોકો લારી મુકવા દેતા ન હતા જેથી તેને થોડુ અટપટું લાગ્યું પરંતુ ત્યારબાદ ધંધો સારી રીતે ચાલવા લાગ્યો સાથે જ સુફિયાન ની પત્નીએ જણાવ્યું હતું કે કોઈ કામ નાનું કે મોટું નથી હોતું અને ઓછા રોકાણ માં જ આ કામ થઈ શકે એમ હતું જેથી અમે સંઘર્ષ કરી ધંધો શરૂ કર્યો હજુ થોડા દિવસ થયા છે પરંતુ લોકોનો પ્રતિસાદ સારો મળતા આત્મવિશ્વાસ વધી રહ્યો છે.