સીટી બસ દ્વારા રાહદારીઓને અડફેટે લેવાની ઘટનાઓ છાસવારે બનતી રહે છે. આજે શુક્રવારે સુરતમાં ફરી એકવાર આવી ઘટના બની છે. સીટી બસના ચાલકે મહિલાને અડફેટે લીધી હતી. જેના પગલે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ હતી. જોકે, 108ની મદદથી તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે, આ ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ સીટી બસ ઉપર પથ્થર મારો કર્યો હતો.