

કિર્તેશ પટેલ, સુરત : સુરત : છઠ પૂજાનું વિશેષ મહત્વ છે. (Chhath Puja 2020) ઉત્તર ભારતમાં દિવાળી જેટલું જ મહત્ત્વ છઠ પૂજાનું હોય છે. આ દિવસે પરિણીત મહિલાઓ અને પુરૂષો વ્રત રાખે છે અને સાંજે નદી કે તળાવ કિનારે સુર્યની પૂજા કરે છે. રાજ્યમાં સૌથી વધુ ઉત્તર ભારતીય સમુદાય સુરત શહેરમાં વસે છે એવું કહીએ તો સહેજ પણ અતિશયોક્તિ નથી. સુરત શહેરમાં (Surat Chhath Puja 2020) આશરે 8 લાખ ઉત્તર ભારતીયો વસે છે. જેવી રીતે દરેક સમુદાય પોતાના તહેવારની ધામધૂમથી ઊજવણી કરે છે તેવી જ સુરતમાં ઉત્તર ભારતીય સમાજ રંગેચંગે છઠ પૂજાની ઊજવણી કરે છે. તાપી નદીના કિનારે ભવ્યાતિભવ્ય ઊજવણી કરવામાં આવતી હોય છે. જોકે, આ વર્ષે સ્થિતિ જુદી છે. કોરોના મહામારી અને તેના સંભવિત જોખમોને જોતા 200થી વધુ વ્યક્તિને જાહેરમાં એકઠા થવાની છૂટ નથી.


દરમિયાન તમામ સ્થિતિને જોતા સુરતના ઉત્તર ભારતીય પરિવારોએ છઠ પૂજાની ઘરબેઠા ઉજવણી કરવાનું નક્કી કર્યુ છે. સુરતના 8 લાખ ઉત્તર ભારતીયો ઘરે ઊજવણી કરશે. સવારે અને સાંજે દરેક પરિવાર પોતાના ઘરમાં જ પૂજા કરીને વ્રત સમાપ્ત કરશે.


સુરત શહેરની વાત કરીએ તો શહેરના અડાજણ, જહાંગીરપુરા, ઉઘના, સિંગમપોર વિસ્તારમાં છઠ પૂજાનું આયોજન કરવામાં આવે છે. મોટી સંખ્યામાં બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડના નિવાસીઓ સૂર્યની પૂજા કરે છે.


બિહાર વિકાસ મંડળ પ્રભુદાસ યાદવે જણાવ્યું કે અમે તમામ આયોજકોએ નિર્ણય કર્યો છે કે આ વર્ષે છઠ પૂજાની ઊજવણી જાહેરમાં નહીં થાય. સ્ત્રી અને પુરૂષના 72 કલાકના ઉપવાસ થાય છે પરંતુ લોકોની લાગણીને અમે માન નહીં આપી શકીએ. લોકોએ પોતાના ઘરે ઊજવણી કરશે અને મહિલાઓને નમ્ર નિવેદન છે કે પોતાના નિવાસે જ છઠ પૂજાની ઊજવણી કરે