

કિર્તેશ પટેલ, સુરત : દર્દી માટે તબીબ ભગવાન કરતા ઓછા નથી હોતા ત્યારે સુરત ખાતે રહેતી મહિલાની પ્રસૂતા દરમ્યાન ડોકટરની બેદરકારીને લીધે વાલમાં કાણું પડી જતા મહિલાનું જીવન નર્ક બની ગયું છે, ત્યારે પરિવાર તબીબ પર આક્ષેપ સાથે તબીબ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવા પોલીસ મથકે પોંહચ્યો છે.


ડોક્ટરને ભગવાનનું બીજું રૂપ માનવામાં આવે છે પરંતુ, સુરતમાં ડોકટર જ બેદરકારી દાખવી દર્દીઓની યોગ્ય સારવાર ના કરતા હોવાના આક્ષેપ છાસવારે થતા હોય છે. દર્દી તબીબને ભાગવાનો જરજ્જો આપે છે, પણ કેટલીક વાર આ ભગવાન પોતાના કામમાં એવી બેદરકારી રાખે છે, જેને લઈને દર્દી જીવ જતો રહેતો હોય છે અથવા દર્દીનું જીવન નર્ક કરતા બત્તર થઇ જતું હોય છે. આવી જ એક ઘટના સુરત ખાતે બનાવ પામી છે. સુરતના સરથાણા ખાતે આવેલી માનસરોવર સોસાયટીમાં રહેતા અને ડાયમંડનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા પરિવાર પર હાલ આભ તૂટી પડ્યું છે.


પરિવારના આક્ષેપ અનુસાર, મહિલા ચેતનાબેન બુહાને ગર્ભવતી હોવાને લઈને પ્રસુતિ માટે પરિવાર દ્વારા ઘર નજીક આવેલ પી પી માણિયા ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતા, જ્યાં તેમને સિઝેરિયન કરવામાં આવ્યું. જોકે ડીલેવરી બાદ આ મહિલાને સતત દુખાવો રહેતો હતો, જેને લઈને પરિવાર દ્વારા તબીબને બતાવામાં આવ્યુ ત્યારે ખબર પડી હતી કે, મહિલાને વાલમાં પંચર પડી ગયું છે.


જોકે આ સાંભળતાની સાથે આ પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હતું. સારવાર કરાવનાર મહિલા ચેતનાબેન અને તેના પતિએ એવા આક્ષેપ કર્યા હતા કે, દવાખાનાના ડોક્ટર ઉષાબેન માણિયા દ્વારા સારવારમાં બેદરકારી દાખવી આંતરડામા કાણું પાડી દીધુ છે, ડોક્ટરની આવી બેદરકારીને લઇને આ મહિલાનું જવન નર્ક સમાન બની ગયું છે, ત્યારે તબીબની ગંભીર બેદરકારીને લઈને હેરાન થતા પરિવારે આખરે આ તબીબ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે કાપોદ્રા પોલીસ મથકે અરજી આપી હતી. પોલીસે આ દંપતીની ફરિયાદ સાંભળી આ મામલે તપાસ શરૂ કરી છે અને જો દંપતીના આક્ષેપ પ્રમાણે ઘટના બની છે તો આ દંપતીની ફરિયાદ લઇને તબીબ વિરુદ્ધ ગુનો દાખલ કરવાની તૈયારી પણ પોલીસે બતાવી છે.